વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાંઆવતા ક્રિષ્ના પેટ્રોલ પંપ પર 12 વર્ષ પહેલા લૂંટની ઘટના બની હતી જેમાં એક આરોપી છેલ્લા 12 વર્ષથી અલગ અલગ સ્થળે નાસતો ફરતો હતો પોલીસે અલગ અલગ સ્થળોએ તપાસ કરવા છતાં તેનો પત્તો લાગ્યો ન હતો જોકે તાજેતરમાં આ આરોપી જામ કંડોરણા તાલુકાના ખજુરડા ગામમાં હોવાની મોરબી એલસીબીને બાતમી મળી હતી બાતમી આધારે પી.આઈ. ડી. એમ. ઢોલ પીએસઆઈ કે જે ચૌહાણ અને તેમની ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ હ્યુમન ઈન્ટેલીજન્સ મદદથી તપાસ કરાવતા બાતમી સાચી હોવાની હકીકત મળતા એલસીબી સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને લૂંટના ગુનામાં નાસતા ફરતા મોતીભાઈ ભુરીયાને ઝડપી લીધો હતો અને તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

