મોરબી શહેરના ગોકુલનગર સોસાયટીમાં પોલીસ ટીમે બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં ફ્લોર મિલ દુકાન અને બોલેરો ગાડીમાંથી ૧.૩૨ લાખનો ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવતા મુદામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે તેમજ જથ્થો પુરવઠા વિભાગને સોપવામાં આવતા જથ્થો સીઝ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીની ગોકુલનગર સોસાયટીમાં આવેલ ગીતા ફ્લોર મિલનો સંચાલક રણજીત અરજણ વિકાણીની દુકાનમાં સરકારી અનાજનો જથ્થો હોવાની બાતમી મળતા પોલીસ ટીમે રેડ કરી હતી જેમાં ગીતા ફ્લોર મિલ નામની દુકાન અને દુકાન પાસે રહેલી આરોપીની બોલેરો કાર જીજે ૦૩ એએક્સ ૮૯૭૩ માંથી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો હતો જેમાં ઘઉંના ૧૧૨ માંથી ૩૦ બાચકા અને ચોખાના ૯૮ માંથી ૧૨ કટા સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો હોવાનું ખુલ્યું હતું જેથી પોલીસે ૧૧૨ ઘઉં અને ૯૮ ચોખાના કટ્ટા મળીને કુલ રૂ ૧.૩૨ લાખનો જથ્થો ૪૧ (૧) ડી મુજબ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.તો ઝડપાયેલો જથ્થો સરકારી અનાજનો હોવાને પગલે પુરવઠા વિભાગને જાણ કરતા સીટી મામલતદાર એચ એમ સાચલા અને નાયબ મામલતદાર પાવરા સહિતની ટીમે જથ્થો સીઝ કરીને પુરવઠા ગોડાઉન ખાતે રાખ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

