HomeGujaratમોરબી:ફેક્ટરીમાંથી ખેત વપરાશના નીમ કોટેડ યુરીયા મળવાની ઘટનામાં ફેક્ટરી માલિક,મેનેજર વિરુદ્ધ ફરિયાદ

મોરબી:ફેક્ટરીમાંથી ખેત વપરાશના નીમ કોટેડ યુરીયા મળવાની ઘટનામાં ફેક્ટરી માલિક,મેનેજર વિરુદ્ધ ફરિયાદ

મોરબી નજીક આવેલ સાદુળકા ગામની સીમમાં આવેલ માતૃ ઇન્ડસ્ટ્રીઝમાં ખેતીવાડી વિભાગના અધિકારી સંજય ભાઈ દલસાણીયા અને સુરેન્દ્રનગરના જમીન ચકાસણી અધિકારી એમ એ વકાલીયાએ ગત 31 ડીસેમ્બરના રોજ ઓચિતા ચેકીગ કામગીરી હાથ ધરી હતી જે દરમિયાન તેઓને ફેક્ટરીમાંથી પ્રધાનમંત્રી જન ઉર્વિક યોજના પરી યોજના અંતર્ગત ફાળવવામાં આવેલ નીમ કોટેડ યુરીયા ખાતરની રૂ ૩.77 લાખની કિમતની ૧૬૯ બેગ મળી આવી હતી જેથી ખેતીવાડી વિભાગે આ તમામ મુદામાલ કબજે કરી ખાતરના નમુના પ્રયોગ શાળામાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા નમુનાના પરીણામમાં આ ખાતર માત્ર ખેત વપરાશ માટે ફાળવવામાં આવ્યો હોય તેમ છતાં ઔધોગિક વપરાશ માટે થતા હોવાનું સામે આવતા ખેતીવાડી વિભાગના અધિકારી દ્વારા આં અંગે ફેક્ટરીના મેનેજર મનોજભાઈ અઘારાને પૂછતાં તેઓને હળવદના પ્રતાપગઢના ખેડૂત રમેશભાઈ ફૂલતરિયા આપી ગયા હોવાની ક્બુલાત આપી હતી આ અંગેની તપાસ બાદ ખેતીવાડી વિભાગના સંજયભાઈ દ્લસાણીયાએ આ અંગે ફેક્ટરી માલિક બંધનભાઈ ગણેશભાઈ વડસોલા અને મનોજ સવજીભાઈ અઘરા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW