વાહન અક્સમાત ઝોન સમાન મોરબી કચ્છ નેશનલ હાઈવે પર અવારનવાર જીવ લેણ અકસ્માત સર્જાઈ છે જેમાં ક્યારેક માણસોની સાથે સાથે ક્યારેક મૂંગા જીવ પણ ઝપટમાં ચઢી જાય છે આવો એક અક્સમાત રવિવારે ર્જાયો હતો જેમાં સુરજબારી ધોરીમાર્ગ પર આજે સવારે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. જેમાં માળિયા તરફથી કચ્છ તરફ આવતી ટ્રકની હડફેટે ઘેટાં-બકરા આવી જતા અંદાજિત ૨૦ જેટલા ઘેટાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે ૪ થી ૫ ઘેટાં ગંભીર રીતે ઘાયલ થયા છે. અંજાર તાલુકાના રબારી સમાજના માલધારી પશુ માલ સાથે કચ્છ પરત આવી રહ્યા હતા ત્યારે સુરજબારી બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી નાસી રહેલા ટ્રકને અન્ય માલધારીએ અટકાવી લીધી હતી. સુરજબારી ટોલ ગેટની હાઇવે પેટ્રોલિંગની ટીમે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરી સુચારુ બનાવી રાખ્યો હતો. જોકે ઘટના અંગે હજુ સુધી પોલીસમાં કોઈ નોંધ થવા પામી નથી.

