મોરબીનાં એક પરિવારની દીકરીના લગ્ન અમદાવાદમાં રહેતા પરિવારના દીકરા સાથે થયા હતા જોકે લગ્નના થોડા દિવસો બાદ સાસરીયાએ વહુને કરિયાવર મુદ્દે ત્રાસ આપી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી મહિલા પોલીસ મથકમાં પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાઈ છે બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરના ઉમા ટાઉનશીપમાં રહેતા પરિવારની દીકરી રિદ્ધિબેનનાં લગ્ન અમદાવાદના મનદીપભાઈ ચીકાણી સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ સાસરિયામાં અમદાવાદ ખાતે રહેવા લાગ્યા હતા. શરૂઆતમાં બરાબર ચાલ્યું હતું જોકે બાદમાં સાસરીયાઓ નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે ઝઘડો કરીને મેળા ટોણા બોલીને હેરાન પરેશાન કરતા હતા અને દુઃખ ત્રાસ આપતા હતા.સાસુ-સસરા અને દિયર પતિને ખોટી ચણામણી કરતા હતા અને રિદ્ધિબેન ને દુઃખ ત્રાસ આપતા હતા. લગ્ન 8 મહિના બાદ પતિ મનદીપે મોરબીમાં આરામ કરવાનું ખોટું બહાનું કાઢીને રીતે મૂકી ગયા હતા અને ચાર મહિના સુધી રિદ્ધિબેન પિયરમાં હતા એ સમયે પણ સાસરીયાઑ તેમને દુઃખ ત્રાસ આપતા હતા પરંતુ પોતાનું લગ્ન જીવન ન બગાડવા માટે રિદ્ધિબેને બધું સહન કરતા હતા. અમદાવાદ આવીને તમામ બાબતે સમાધાન કર્યા બાદ પણ પતિ અવારનવાર રિધ્ધીબેન સાથે મારપીટ કરી શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હતા. જોકે ઘરમાં દીકરીનો જનમ થયા બાદ પરિવારજનોને સારું લાગ્યું ન હતું પરિવારજનોએ કરિયાવર મુદ્દે ત્રાસ આપતા અતે મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ મનદિપભાઈ નટુભાઈ ચીકાણી સસરા નટુભાઈ વિઠલભાઈ ચીકાણી સાસુ નીતાબેન નટુભાઈ ચીકાણી (૪)દિયર જયદિપભાઈ નટુભાઈ ચીકાણી મામાજી જીતુભાઈ ગોકળભાઈ કાલરીયા વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

