મોરબી રવાપર રોડ વિસ્તારમાં આવેલ સ્વાગત ચોકડી વિસ્તારમાં રહેતા સાગરભાઈ પ્રાણજીવનભાઈ ભાડજા નામના વેપારી યુવાન કેમિકલ રોમટીરીયલ અને ટાઈલ્સ ટ્રેડીંગ કરી વેપાર કરતો હોય તેની સાથે ગત 13 ડીસેમ્બરથી 30 ડીસેમ્બર 2022 દરમિયાન ગત.તા શ્રીમતી અગ્રવાલ શર્મા એન્ટરપ્રાઈઝ અને બિશ્વજિત રોય નામથી ખાતું ધરાવનાર શખ્સોએ સાગરભાઈને પશુ કેમિકલ અંગેનો ધંધો કરવાની ઇમેઇલ મારફતે લાલચ આપી વોટ્સએપ કોલ મારફતે પ્રોડકટનો ઓર્ડર આપી બાદમાં કટકે કટકે બન્ને ભેજાબજોએ રૂપિયા 29,58,625 જેવી માતબર રકમ બેન્ક મારફતે ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી.બનાવ અંગે એ ડીવીઝન પોલીસે અરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

