HomeGujaratમોરબીની નવયુગ વિદ્યાલયના છાત્રોએ તેમના માતા પિતા પૂજન કર્યું

મોરબીની નવયુગ વિદ્યાલયના છાત્રોએ તેમના માતા પિતા પૂજન કર્યું

શાળા કોલેજમાં બાળકો દેશની સાચી વિરાસત સમાન ભારતીય સંસ્કૃતિનું મહત્વ વિકસે અને વધે તે હેતુથી ધીમે ધીમે વિવિધ શાળા પશ્ચિમી તહેવારની ઉજવણી કરવાના બદલે શાળામાં ભારતીય સંસ્કૃતિનું જતન કરતા તહેવાર ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગત 14 ફેબ્રુઆરીએ પ્રેમના પર્વને માતા પિતાના સંતાનો પ્રત્યે પ્રેમ જગાવવા અને બાળકોમાં તેમના માતા પિતા પ્રત્યે સન્માન જગાવવાના ઉદ્દેશથી મોરબીમાં માતા-પિતા પૂજન દિનની ઉજવણી કરી હતી.
દુનિયામાં કોઈ પણ સ્વાર્થ વિના માતા પિતા જ તેમના બાળકોને પ્રેમ કરે છે અને તેનો સરમાં સારો ઉછેર થાય તેવા પ્રયાસ કરે છે માતા પિતા જ પ્રેમ મૂર્તિ છે. બાળકો આ અંગે જાણે અને સમજે તેવા હેતુથી ધોરણ-3ના વિદ્યાર્થીઓના માતા-પિતાને શાળામાં બોલાવી પાલક માતા-પિતાને સ્વયં ભગવાન જાણી તેની દીપ આરતી સાથે પૂજા કરી હતી. જ્યારે ધોરણ-5-6 ના વિદ્યાર્થીઓએ માતા-પિતા પ્રત્યેની પોતાની લાગણીઓને ગ્રીટીંગ કાર્ડમાં લખી રજૂ કરી. આ ઉપરાંત ધોરણ-1 અને 2 ના વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું પૂજન કરીને આનંદની લાગણી અનુભવી હતી જ્યારે ધોરણ-4 ના વિદ્યાર્થીઓએ માતા-પિતા વિશેના સુવાકયો દ્વારા આ ઉત્સવને ઉજવ્યો હતો.આ ઉપરાંત આ દિવસે ચારેક વર્ષ પૂર્વે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર સપૂતોને પુષ્પાંજલિ અર્પતા કે.જી.ના વિદ્યાર્થીએ “બ્લેક ડે” ની ઉજવણી કરી. શહીદવીરોને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પી હતી. વીરોની વસંત સદા મહેકતી રહે એ સ્મરણસહ ધોરણ- 7 અને 8 ના વિદ્યાર્થીઓ દ્વારા કેંડલમાર્ચ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW