મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતી સામાન્ય રહે તે માટે હથિયાર ધારા ની કડક અમલવારી માટે આવેલ ગૃહ વિભાગના આદેશને પગલે મોરબી જિલ્લા પોલીસની ટીમે પેટ્રોલિંગ કરી હતી તે દરમિયાન લીલાપર ગામ નજીક મચ્છુ નદીના પુલ પરથી એસ.ઓ.જી. પોલીસે પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો અને તેની પાસેથી પરવાનગી વિનાની દેશી પિસ્ટલ અને કારતૂસ કબજે કર્યા હતા.છ
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એસ.ઓ.જી.પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે પોલીસ હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ રહીમભાઇ રાઉમાને ચોક્કસ બાતમી મળી હતી કે, નદી જોધપર લીલાપર રોડ ઉપર આવેલ મચ્છુનદીના પુલ ઉપર ગ્રે કલરનુ ટીશર્ટ અને આછા કાળા જેવા કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ આરોપી ની ઉર્ફે ભાણો અમુભાઇ ઉર્ફ બાબુભાઇ ચાવડા દેશી હાથ બનાવટની જુની પિસ્તોલ અને એક કાર્ટીઝ સાથે વિહરી રહ્યો છે. જેના આધારે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી સની રૂપિયા ૫૦૦૦ની કિમતની દેશી હાથ બનાવટની પિસ્તોલ અને રૂપિયા ૧૦૦ના એક કાર્ટીઝ સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ કલમ રપ(૧-બી),એ તથા જી.પી.એકટ કલમ ૧૩પ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.

