માળિયા મિયાણા નજીક આવેલ હરીપર પાટિયા વિસ્તાર અક્સ્માત ઝોન બની ગયો છે આહી અવાર નવાર જીવલેણ અસ્કમાત સર્જાઈ રહ્યા છે અને વાહન ચાલકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આવો એક અક્સ્માત ગત શનિવારે સર્જાયો હતો જેમાં કચ્છ થી અમદાવાદ તરફ જતી એક કાર બાઈક સવારને બચાવવા જતાં અચાનક બેકાબૂ બની ગઈ હતી અને ડીવાઇડર સાથે અથડાઈ પલ્ટી મારી ગઈ હતી.આ બનાવમાં કાર ચાલક, તેમના પત્ની પુત્રી જમાઈ તેમજ ભાણેજને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર પૂર્વે પત્ની અને જમાઈનું મોત થઈ ગયું હતું.બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી કાયદસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના બળદિયા ગામમાં રહેતા કલ્યાણભાઈ નારણભાઈ વેકરીયા તેમના પત્ની રામબાઈ,પુત્રી કનીશાબેન,જમાઈ પ્રકાશભાઈ લખાણી ભાણેજ તેમની GJ ૧૨CG૯૮૩૭ નંબરની કારમાં અમદાવાદના નારાયણપુર જતાં હતા તે દરમિયાન બપોરે ૩વાગ્યાની આસપાસ સૂરજબારી બ્રિજથી હરીપર પાટિયા વચ્ચે અચાનક એક બાઈક આડું આવી જતા બાઈક સવાર ને બચાવવા જતાં કાર બેકાબૂ બની ડીવાઇડર સાથે અથડાઈ હતી અને ત્યાંજ પલ્ટી મારી ગઈ હતી. બનાવના કારમાં સવાર રામ બાઈ અને પ્રકાશભાઇને ગંભીર ઇજા પહોંચી હતી તો અન્ય લોકોને નાની મોટી ઇજા પહોંચતા ૧૦૮ દ્વારા માળિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર તબીબોએ રામ બાઈ કલ્યાંભાઈ વેકરીયા અને પ્રકાશભાઇને મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે કાર ચાલક કલ્યાણ ભાઈ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

