Tuesday, December 5, 2023
HomeGujaratસ્ટાર ક્રિકેટર વિનાની સૌરાષ્ટ્રની ટીમ પંજાબને ૭૨ રને હરાવી સેમી ફાઈનલમાં પહોંચી

સ્ટાર ક્રિકેટર વિનાની સૌરાષ્ટ્રની ટીમ પંજાબને ૭૨ રને હરાવી સેમી ફાઈનલમાં પહોંચી

Advertisement
Advertisement

ઘરેલુ ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ રણજી ટ્રોફીનો ક્વાર્ટર ફાઈનલ સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચે ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલ હતો. આ મેચમા સૌરાષ્ટ્રના ચેતેશ્વર પૂજારા,રવિન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ 9 ફેબ્રુઆરીથી શરૂ થનાર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ની ટેસ્ટ શ્રેણીમાં શામેલ હોવાથી આ મેચ ભાગ લઈ શક્યા ન હતા. જેથી કરી ને સ્ટાર ક્રિકેટર વગર પણ સૌરાષ્ટ્ર ની ટીમ એ શાનદાર રમત રમી સેમી ફાઈનલમાં પોહચી હતી. સૌરાષ્ટ્રે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.સૌરાષ્ટ્ર ના પ્રથમ દાવમાં સ્નેલ પટેલના 70 રન સિવાયનો ટોપ ઓર્ડર પત્તાના મહેલની માફક ધરાશાયી થયો હતો.9મા ક્રમે બેટિંગમાં આવેલ સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર પાર્થ ભૂતના લડાયક અણનમ 111 રનની મદદ વડે પ્રથમ દાવમાં 303 રન બનાવ્યા હતા. જયારે પંજાબ ક્રિકેટ ટીમે પ્રથમ દાવમાં 431 રન બનાવ્યા હતા.સૌરાષ્ટ્રના અનુભવી સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 5 વિકેટ,પાર્થ ભૂતએ 3 વિકેટ અને યુવરાજસિંહ ડોડીયાએ 2 વિકેટ ઝડપી હતી.

પ્રથમ દાવના આધારે પંજાબને 128 રનની જંગી લીડ મળી હતી.
સૌરાષ્ટ્રે બીજી ઇનિંગમાં કેપ્ટન અર્પિત વસાવડા,ચિરાગ જાની,પ્રેરક માકડ અને પાર્થ ભૂતની અર્ધ સદીના સહારે 379 રન બનાવ્યા હતા. પંજાબને જીતવા માટે 252 રનની જરૂર હતી,પરંતુ અંતિમ દિવસે સૌરાષ્ટ્રના પાર્થ ભૂતએ 5 વિકેટ, ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 3 વિકેટ, યુવરાજસિંહ ડોડીયાએ 2 વિકેટ ઝડપી પંજાબની ટીમને 180 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.
252 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમનો એકપણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. પ્રથમ દાવમાં સદી ફટકારનાર પ્રભસિમરન સિંહ 22 રન અને નમન ધીર 11 રન બનાવીને આઉટ થયા હતા.
મનદીપ સિંહે 45 સૌથી વધુ રન બનાવ્યા હતા. પુખરાજ માન 42 રનનું યોગદાન આપ્યું હતું.
સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર પાર્થ ભુતે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ દાવમાં અણનમ 111 રન
અને બોલિંગમાં 3 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં 51 રન અને 5 વિકેટ ઝડપી હતી.આ પ્રદર્શન બદલ તેણે પ્લેયર ઑફ ધી મેચથી નવાજવા માં આવ્યા હતા

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW