HomeGujaratહવામાન વિભાગની ખેડૂતોને રાહત આપનારી આગાહી, આગામી દિવસોમા માવઠાની શકયતા નહિવત

હવામાન વિભાગની ખેડૂતોને રાહત આપનારી આગાહી, આગામી દિવસોમા માવઠાની શકયતા નહિવત

રાજ્યમાં હાલ માવઠુંની સ્થ્તિ છે. છેલ્લા 3 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોથી કમોસમી વરસાદના સમાચાર યથાવત છે. આ બાદ આજે હવામાન વિભાગે રાહત આપનારી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નહીવત છે, વાતાવરણ સુકૂં રહેશે. છેલ્લા 3 દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ઠેર ઠેર વરસાદ ખાબકી પડ્યો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીમા મૂકાયા છે.

માવઠાની શક્યતા નહીવત
ખેડૂતોના ઉભા પાકને આ માવઠાને કારણે મોટુ નૂકશાન થયુ છે. મળતી માહિતી મુજબ ગઈકાલે અમદાવાદ, છોટા ઉદેપુર, મહેમદાવાદ, પાવી જેતપુર, દાહોદ, ધાનપુર, લીમખેડા, બાનાસકાંઠા, ખેડા અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમા વરસાદ નોંધાયો છે. અમુક વિસ્તારોમા વરસાદ સાથે સાથે કરા પણ પડ્યા હતા. જે ખેડૂતોએ ઘંઉ, જીરૂ જેવા પાકો વાવ્યા છે તેમને આ માવઠાને કારણે ભારે નુકસાની થઈ છે.

આ બાદ હવે ખેડૂતોને હવામાન વિભાગે રાહત આપનારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે પહેલી તારીખે ઠંડા પવનો ફૂંકાવવાને કારણે ઠંડીમાં વધારો થશે અને બે દિવસ સુધી 15થી 20 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે. આ કારણે કાતિલ ઠંડીનો અનુભવ થશે. 2થી 3 ડિગ્રીનો પારામા ઘટાડો થઇ શકે છે.

આગામી બે દિવસ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. નોંધનીય છે કે, રાજ્યમાં બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતો ઉભા પાકને લઇને ચિંતામાં મૂકાઇ ગયા છે. જો કે આ કાતિલ ઠંડીને કારણે આંબામાં કેરીના બંધારણને નુકશાન થઇ શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW