HomeGujaratપેપર ફૂટ્યા બાદ એક પીડાતા યુવાને લખ્યો CM ભૂપેન્દ્ર પટેલને પત્ર,વાંચીને તમારી...

પેપર ફૂટ્યા બાદ એક પીડાતા યુવાને લખ્યો CM ભૂપેન્દ્ર પટેલને પત્ર,વાંચીને તમારી આંખોમા જળજળિયા આવી જશે…

આજે ગુજરાતમાં ચારેબાજુ અરાજકતાનો માહોલ છે. કારણ કે વહેલી સવારે જ એક દુખદ સમાચાર સામે આવ્યા કે આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે કારણ કે એનું પેપર ફૂટી ગયું છે. ત્યારે એક યુવાનનો પીડાદાયક પત્ર હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે જે કંઈક નીચે પ્રમાણે છે.

સાહેબ ફરી એક પેપર ફૂટી ગયું. અને અમારી મેહનત ફરીથી પાણીમાં ગઈ. પણ દર વખતે આમ જ થઈ રહ્યું છે. વારંવાર અધિકારીઓ અને નેતાઓ દ્વારા સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓના સપનાઓ જોડે રમત રમાય છે. સાહેબ જ્યારે પેપર ફૂટે છે ત્યારે એ વિદ્યાર્થી અને એના પૂરા પરિવારના સપનાઓ તૂટે છે.

આ અપકૃત્ય કરનાર એ કોઈ આતંકવાદી થી ઓછો નથી. કેમ કોઈ કડક પગલાં નથી લેવામાં આવતા સાહેબ ?? કેમ કોઈ આમ પેપર લીક કરતા ડરતું નથી ??? લોકોએ તમને જે વિશ્વાસ મૂકી તમને ચુંટી લાવ્યા છે એ વિશ્વાસ ની વારંવાર હત્યા કરવામાં આવે છે.

આવા કેસમાં ફાંસીથી કઈ ઓછી સજા હોવી જ ન જોઈએ. કારણ કે આવા લોકો જીવતા જીવત તૈયારી કરતા લોકોના ભરોસાને મારી નાખે છે. અપરાધીઓને કડક માં કડક સજા થાય ને હવે આગળ આવું કોઈ કૃત્ય નાં થાય એના માટે ઉદાહરણ રૂપ દાખલો બેસાડવામાં આવે, એવી એક નિરાશ થયેલા અને તૂટેલા ઉમેદવારની આશા છે.

ગુજરાતનું નામ પૂરા દેશ માં બદનામ થઈ રહ્યું છે. હવે પણ ઉદાહરણ નાં બેસાડવામાં આવ્યું તો યુવાનોનો વિશ્વાસ ફરીથી તૂટશે. અને તમે એવું નઈ થવા દો એવી આશા છે.

જો કે એક મોટી વાત હવે એ પણ બહાર આવી રહી છે કે યુવરાજે સિંહે કહ્યું હતું કે જે જે લોકો આ પહેલા ભરતી કૌભાંડમાં અને પેપર ફોડવામાં હતા એ જ તત્વો હવે ફરીથી એક્ટિવ થયા છે અને એ જ લોકો આ વખતે ચૂંટાયને આવ્યા છે અને જેના કારણે પેપર ફૂટી જશે. યુવરાજ સિંહે આવેદન પણ આપી દીધું હતું. જો કે સરકારે કોઈ પ્રકારે એક્શન લીધા નહીં અને આજે પરિણામ તમારી સામે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW