મોરબી જિલ્લાના હળવદ માર્કેટીંગ યાર્ડમાં 13 ફેબ્રઆરી 2015થી 26 ફેબ્રઆરી 2015 દરમિયાન યાર્ડમાં તત્કાલીન સેક્રેટરી વિપુલભાઇ અરવિદભાઇ એરવાડીયા સેક્રેટરી,અશોકભાઇ જયંતીભાઇ માતરીયા વાઇસ સેક્રેટરી,હિતેષભાઇ કાળુભાઇ પંચાસરા (પંચારા) કલાર્ક,નિલેષભાઇ વિનોદભાઇ દવે કલાર્ક,પંકજભાઇ કાનજીભાઇ ગોપાણી કલાર્ક,ભાવેશભાઇ રમેશભાઇ દલસાણીયા કલાર્ક, અરવિંદભાઇ ભગવાનજીભાઇ રાઠોડ કલાર્ક તમામ હળવદ માર્કેટીંગ યાર્ડના સત્તાધીશો અને કર્મચારીઓ દ્વારા હળવદ માર્કેટીંગ યાર્ડમાં ડુપ્લીકેટ પહોચ છપાવી હતી અને તેના મારફતે સદસ્યો પાસેથી રૂ.23,19,754 માર્કેટ/ફી (શેષ) ઉઘરાવી. લીધા હતા અને આ ખોટા દસ્તાવેજથી પોતાના રાજય સેવકના હોદાનો દુરઉપયોગ કરી પુર્વનિયોજીત કાવતરૂ રચી આ રકમ ઉઘરાવ્યા બાદ માર્કેટીંગ યાર્ડમાં જમા કરાવવાના બદલે ઉચાપત કરી હતી. આ અંગેની જે તે સમયે લેખિત ફરિયાદ પણ થઈ હતી પરંતુ જાણે કોઈ રાજકીય દબાણ અંતર્ગત આ કાર્યવાહી થવાના બદલે ફરિયાદ અભેરાઈ પર ચઢાવી દેવાઈ હતી જોકે સત્ય ક્યારેય લાંબો સમય સુધી છુપાઈને રહેતું નથી એ ગમે ત્યારે સામે આવી જાય છે તેમ આ ગુનાહિત કાવતરું છેક સાત વર્ષે બહાર આવતા મોરબી એસીબીની ટીમે આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે વધુ કાર્યવાહી સુરેદ્રનગર એસીબી પીઆઇ ડી વી રાણા ચલાવી રહ્યા છે

