HomeNationalરાજસ્થાનમાં એરફોર્સના સુખોઈ-મિરાજ વચ્ચે ટક્કર થતા આકાશમાં જ સળગી ઉઠ્યા 2 પાઈલોટને...

રાજસ્થાનમાં એરફોર્સના સુખોઈ-મિરાજ વચ્ચે ટક્કર થતા આકાશમાં જ સળગી ઉઠ્યા 2 પાઈલોટને ઈજા એક શહીદ

શનિવારે સવારે સુખોઈ-20 અને મિરાજ 2000 એરક્રાફ્ટ એકબીજા સાથે ટકરાઈને ક્રેશ થતાં દુર્ઘટના સર્જાઈ છે. ભાસ્કરને મળતી માહિતી મુજબ ટકરાયા બાદ બંને પ્લેન બે અલગ-અલગ જગ્યાઓ પર પડ્યા હોવાની આશંકા હતી. એક પ્લેન મધ્યપ્રદેશના મુરૈનાના પહાડગઢમાં અને બીજું રાજસ્થાનના ભરતપુરમાં તુટી પડ્યું હોવાની વાત જણાઈ રહી છે. ભાસ્કરને મળતી માહિતી મુજબ, મુરૈનામાં સુખોઈ અને ભરતપુરમાં મિરાજ તુટી પડ્યું હોવાની વાત કહેવામાં આવી રહી છે. દુર્ઘટનામાં ક્રેશ થયેલા બંને ફાઈટર જેટે ગ્વાલિયરના એરબેઝથી ઉડાન ઙરી હતી.જેમાં બે પાઈલોટને ઈજા પહોચી હતી.સુખોઈ-20 અને મિરાજ 2000 એરક્રાફ્ટ ક્રેશ થતાં દુર્ઘટના સર્જાઈ છે. ડિફેન્સનાં સૂત્રોના જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશના મુરેનામાં ફાઈટર પ્લેન ક્રેશ થયાં હતાં. એરફોર્સનું સુખોઈ-30 MKI અને એક મિરાજ-2000 ક્રેશ થયું છે. બંને એરક્રાફ્ટે ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી. એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

રાજસ્થાન ભરતપુરમાં પ્લેન ક્રેસ થતા જ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિમાનમાં કેટલા પાઇલોટ હતા અને કેટલું જાન-માલનું નુકસાન થયું છે. ગામલોકોના કહેવા પ્રમાણે, વિમાનમાં આકાશમાં જ આગ લાગી હતી અને સળગતું ફાઈટર જેટ તેને જોઈને પડી ગયું હતું. સ્થળની નજીક એક રેલ્વે સ્ટેશન પણ છે.રાજસ્થાનના ભરતપુરના DSP અજય શર્માએ જણાવ્યું હતું કે અમને સવારે 10 થી સવા દસ વાગે પ્લેન ક્રેશ થયાની માહિતી મળી હતી. જ્યારે અને ઘટનાસ્થળે પહોંચ્યા તો જાણવા મળ્યું કે તે એરફોર્સનું ફાઈટર જેટ છે. જો કે કાટમાળને જોતા જાણી શકાયું નહીં કે તે કયું ફાઈટર પ્લેન છે. હજી સુધી તેના પાયલટ બાબતની પણ કોઈ જાણકારી મળી શકી નથી.

હાલમાં જ મળતી માહીતી મુજબ મુરૈનાના કલેક્ટરે જણાવ્યું છે કે ત્રણમાંથી બે પાયલટને બચાવી લેવામાં આવ્યા છે. અત્યાર સુધીની મળતી માહિતી મુજબ બંને પ્લેન બે અલગ-અલગ જગ્યાઓ પર પડ્યાની આશંકા જણાઈ રહી છે. એક પ્લેન રાજસ્થાનના ભરતપુરમાં અને બીજું મધ્યપ્રદેશના મુરૈનામાં ક્રેશ થયાના સમાચાર મળી રહ્યા છે. જો કે હતી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. દુ્ર્ઘટનાની જે તસવીરો સામે આવી રહી છે, તેમાં કેટલીક એવી તસવીરો પણ છે જેથી કેટલાકના મોતની આશંકા પણ સેવાઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW