મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં પાલિકાના ચુંટાયેલ સદસ્યોની બેદરકારી તેમજ પાલિકા દ્વારા છેલ્લા 9 મહિનાથી સામાન્ય સભા ન મળવા સહિતની બાબતો બાદ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગત તા 19 જાન્યુઆરીના રોજ પાલિકા પ્રમુખને કારણ દર્શક નોટીસ પાઠવી હતી. જેમાં તેઓને આ દુર્ઘટનામાં ચુંટાયેલ સદસ્યોની પ્રથમિક દ્રષ્ટીએ બેદરકારી સામે આવી હોય જેથી ચુંટાયેલ પાંખને સુપરસીડ કેમ કરવામાં ન આઅવે તે બાબતે જવાબ રજુ કરવા જણાવ્યું હતું આ નોટીસનો જવાબ આપવા આજે મોરબી નગરપાલિકાની કચેરી ખાતે ચુંટાયેલ સભ્યોની સામાન્ય સભા મળી હતી.

સભાની શરુઆતમાં ચુંટાયેલ સદસ્યો દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને, પીએમ મોદીના માતા હીરાબા અને તાજેતરમાં મૃત્યુ પામેલ પાલિકાના કર્મચારીઓ માટે 2 મિનીટનું મૌન પાડી શ્રધ્ધાંજલી આપી હતી આ બાદ સભાની કામગીરી શરુ કરવામાં આવી હતી જેમાં અગાઉ બોલાવવમાં આવેલ સભાના ઠરાવ અને પ્રોસીડીંગને સર્વાનુમતે નામંજૂર કરવામાં આવ્યું હતું
બાદમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવેલ નોટીસનો ખુલાસા માટે મુકવામાં આવી હતી. જેમાં પ્રમુખ દ્વારા જવાબ રજુ કરવામાં આવ્યો હતો કે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલીકાની જવાબદારી નક્કી કરવા બાબતે જવાબદારી નક્કી કરવામાં આવી હતી જોકે ઝૂલતાપુલની દુર્ઘટના બાદ તેને લગતું રેકર્ડ તપાસ સમિતિ પાસે હોય અને સરકારની નોટીસ નો જવાબ રજુ કરવા જરૂરી સાધનિક કાગળ અને આધાર પુરાવા સરકારમાંથી જરૂરી આધાર પત્રો માગવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે તેમજ સરકાર તરફની તપાસ સમિતિ દ્વારા કાગળ રજુ કર્યે સર્વનું મતે સભ્યો દ્વરા જવાબ રજુ કરવામાં આવશે અને ત્યાં સુધી આ અંગે કોઈ નિર્ણય ન્યાયના હિતમાં ન કરવા વિનતી કરતો ઠરાવ સર્વાનુંમતે લેવામાં આવ્યો હતો.

