મોરબીના ચાચાપર ગામની સીમમાં એક યુવકની લાશ મળવાની ઘટનામાં હત્યાનો ગુનો નોંધાયો છે.ખુદ મૃતકના ભાઇએ જ હત્યા કરી હતી અને તેનું કારણ મૃતક અવાર નવાર ભાઈ સાથે ઝઘડો કરતો હતો તેમજ માતા સાથે ખરાબ કરવાની કોશિશ કરતા હત્યા કરી હોવાનું જાણવા મળતાં પોલીસે મૃતકના ભાઇ વિરૂદ્ધ હત્યાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં આવેલ નજીક છેલાની વેણ તરીકે જાણીતા વોકળામાંથી શનિવારના રોજ રાજન અશોક મિશ્રા નામના એક યુવકની ગળું દબાવી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી.જે બાદ આ ઘટનામાં પોલીસે તપાસ મૃત દેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયુ હતું બીજી તરફ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા ચોકાવનારા હકીકત સામે આવી હતી મૃતકના મિત્ર રાજેશ ઉમેશ પ્રસાદ પાંડે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જે મુજબ મૃતક રાજન મીશ્રા, પોતાના ઘરના માણસોને હેરાન કરતો હોય અને અને તેની જ માતા સાથે બે વાર ખરાબ કામ કરવાની કોશીશ કરી હતી જેથી મૃતક રાજન અને તેના ભાઈ આનંદ અશોક મિશ્રા સાથે પણ ઝઘડો પણ થયો હતો અવાર નવાર ભાઈ સાથે ઝઘડાને કારણે આરોપી આનંદ કંટાળી ગયો હોય જેથી ખુદ તેના જ ભાઈ રાજન મીશ્રાને સફેદ ઘમચાથી (કપડાથી) ગળે ટુંપો દઈ હત્યા કરી નાખી હતી. બાદમાં પોતાના જ ભાઈને ઉપાડી વોકળાના પાણીમાં કાદવ જેવા ભાગમાં નાખી દીધી હતી તેમજ સાથે સાથે ફરિયાદી રાજેશ પાંડેને પણ ધમકી આપી હતી કે કોઈને આ વાતની જાણ કરશે તો તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે તાલુકા પોલીસે આનંદ મિશ્રા વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

