મોબાઈલ ઈન્ટરનેટના યુગમાં બાળકો પરંપરાગત શેરી રમતો ભૂલી રહ્યા છે કેટલાક બાળકો તો એવા છે કે ઘરની બહાર માત્ર શાળાએ આવવા જવા જ બહાર નીકળતા હોય છે. આંખો દિવસ ઘરમાં રહેવાના કારણે બાળકોમાં મેદસ્વીતા અને આળસ વૃતિ વધી રહી છે ત્યારે બાળકો દિવસે દિવસે વિસરાતી જતી રમતો તરફ ફરી વળે તે માટે અલગ અલગ સંસ્થા શહેરમાં અલગ અલગ આયોજન કરતી હોય છે ત્યારે રોટરી ક્લબ દ્વારા આગામી 22 જાન્યુઆરીના રોજ સનાળા રોડ ખાતે આવેલ ભવાની જીન મિલ્સના ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે 7 :30 વાગ્યે ધમાલગલીનું આયોજન કર્યું છે ત્યારે આ ધમાલગલીમાં લંગડી આંધળો પાટો કોથળા દોડ દરોડાકુદ ધમાલિયા ધોકા ભમરડા મલકુસ્તી લખોટી સાપસીડી કાર્ડ સહિતની રમતો યોજાશે આ અંગે વધુ માહિતી માટે રોટરી ક્લબના પ્રમુખ અશોકભાઈ મહેતા,બંસી શેઠ રસેશ મેહતાનો સંપર્ક કરવા જણાવ્યું છે

