દેશભરમાં સૌથી મોટી માનવ સર્જિત દુર્ઘટના પૈકીની એક એવી ઝૂલતા પુલની દુર્ઘટનામાં છેલ્લા ૨.૫ મહિનાથી સૂતેલ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ ની હવે ઊંઘ ઊડી હોય તેમ જેની મોરબી સહિત રાજ્યના લોકો રાહ જોઈ રહ્યા હતા તે કામગીરી હાથમાં લીધી છે અને આજે મોરબી પાલિકા પ્રમુખને લેખિત નોટિસ ફટકારી છે પાલિકા દ્વારા છેલ્લા ૯ મહિના કરતાં પણ વધારે સમયથી જનરલ બોર્ડ બોલાવ્યુ ન હોય તો મોરબી પાલિકાની ચુંટાંયેલી બોડી દ્વારા ગંભીર બેદરકારી દાખવી હોય જેથી પાલીકા સુપર સિડ કેમ ન કરવામાં આવે તે અંગે પોતાનો લેખિત ખુલાસો આગામી ૨૫ જાન્યુઆરી સુધીમાં રજૂ કરવા આદેશ કરવામા આવ્યો છે.
હવે આગામી ૨૫મી પહેલાં પાલિકા પ્રમુખ ક્યારે સામાન્ય સભા બોલાવે છે અને તેમાં શું ઠરાવ કરી ને પોતાના જવાબ શહેરી વિકાસ વિભાગ ને શું જવાબ આપશે તે બાબતમાં પાલિકાના જવાબ

