HomeGujaratમોરબીમાં યુવકે ફાંસો લગાવી કર્યો આપધાત

મોરબીમાં યુવકે ફાંસો લગાવી કર્યો આપધાત

મોરબી શહેર નજીક આવેલ નજરબાગ સામે ભડીયાદ ગામની હદમાં આવેલ બોધનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હેમરાજ દિલીપભાઈ પરમાર નામના ૩૪ વર્ષના યુવાને ઉતરાયણ પર્વના દિવસે જ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ વખતે ઘરમાં તેમની પત્ની કે સંતાન પણ હાજર ન હતા જોકે તેમને ફોન કરી તેમના સગાને જાણ કરતા તેઓએ દોડી આવ્યા હતા પરંતુ તેઓ ઘરે પહોંચે તે પહેલાં મોતને ભેટી જતા પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા આપધાત મોત અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પર દેવું થઈ ગયું હોય અને તે ભરી શકે તેમ ન હોય તેવું લાગી આવતા પગલુ ભર્યુ હોવાનું બહાર આવ્યું છે જાણવા મળ્યું હતું જોકે મોત પાછળ દેવું જવાબદાર છે કે અન્ય કોઈ કારણ તે અંગે પોલીસે તપાસ ચલાવી રહી છે.યુવક દ્વારા અગાઉ પણ શરીર પર બ્લેડ જેવી વસ્તુથી શરીરમાં છરકા મારી દીધા હતા જોકે સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયા હોવાનુ સ્થાનિક જણાવી રહ્યા છે જોકે આ વખતે તે આપઘાત કરવામાં સફળ રહ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW