Thursday, November 30, 2023
HomeBussinessઅદાણી અને અંબાણી નવા વર્ષમાં અમીરોની યાદીમાં સીધા આટલા નંબરે પહોંચ્યા…

અદાણી અને અંબાણી નવા વર્ષમાં અમીરોની યાદીમાં સીધા આટલા નંબરે પહોંચ્યા…

Advertisement
Advertisement

એશિયાના સૌથી અમીર વ્યક્તિત્વ ગૌતમ અદાણી મીડિયાને ઈન્ટરવ્યુ આપ્યા બાદ ખૂબ ચર્ચામાં છે. હવે તેને નવા વર્ષમાં ઝટકો લાગ્યો છે અને તે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ચોથા નંબરે સરકી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં તેમની નેટવર્થમાં $912 મિલિયનનો ઘટાડો થયો છે અને તે ઘટીને $118 બિલિયન પર આવી ગયો છે. વર્ષ 2022માં અદાણીની નેટવર્થમાં $44 બિલિયનનો વધારો થયો હતો. અદાણીની નેટવર્થ વાર્ષિક ધોરણે $2.44 બિલિયન ઘટી છે.

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે ધનકુબર્સની યાદીમાં ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા છે. જેફ બેઝોસની સંપત્તિ $5.23 બિલિયનના વધારા સાથે $118 બિલિયન પર પહોંચી ગઈ છે. બ્લૂમબર્ગ દ્વારા જાહેર કરાયેલ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ફ્રાન્સના ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટ $182 બિલિયન સાથે પ્રથમ ક્રમે છે. વર્ષ 2022માં તેમની સંપત્તિમાં 20 બિલિયન ડોલરનો જબરદસ્ત વધારો થયો છે.

ટ્વિટર અને ટેસ્લાના માલિક એલોન મસ્ક 132 બિલિયન ડોલર સાથે બીજા ક્રમે છે. એલન મસ્ક સંપત્તિના મામલામાં બર્નાર્ડ આર્નોલ્ટથી ઘણા પાછળ છે. એલોન મસ્કની સંપત્તિમાં એક દિવસ અગાઉ 2.78 અબજ ડોલરનો વધારો થયો છે. પરંતુ આખા વર્ષ દરમિયાન મસ્કની નેટવર્થમાં $4.84 બિલિયનનો ઘટાડો થયો છે. જેફ બેઝોસ $118 બિલિયન સાથે ત્રીજા નંબર પર છે. બુધવારે ગૌતમ અદાણીની સંપત્તિમાં $2.44 બિલિયનનો ઘટાડો થયો અને તેઓ ચોથા નંબરે પહોંચ્યા.

અમેરિકાના મોટા રોકાણકાર વોરેન બફેટ $111 બિલિયન સાથે આ યાદીમાં પાંચમા, માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ છઠ્ઠા અને લેરી એલિસન $98 બિલિયન સાથે સાતમા સ્થાને છે. આ સિવાય મુકેશ અંબાણી $87.6 બિલિયનની સંપત્તિ સાથે આઠમા નંબર પર છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW