મોરબી જિલ્લામાં દારૂની ગેરકાયદે હેરાફેરી તેમજ ખરીદ વેચાણ પર કડક એક્શન લેવા રેંજ આઈજી અશોક કુમાર યાદવ અને એસપી રાહુલ ત્રિપાઠીની સુચનાથી મોરબી એલસીબીની ટીમે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી આ દરમિયાન બાતમી મળી હતી હતી કે કંડલા માળિયા નેશનલ હાઇવે પર મોરબી તરફ આવતા એક ટ્રકમાં માટીની આડમાં દારૂની હેરાફેરી થઇ રહી છે બાતમી આધારે એલસીબી ઇન્ચા, પી આઈ કે જે ચૌહાણ અને તેમની ટીમે વોચ ગોઠવી હતી અને રામદેવ હોટેલ પાસેથી આર જે 19 જીબી ૯૪૦૪ નંબરના ટ્રકને રોકવી તેની તલાસી લીધી હતી તલાસી દરમિયાન ટ્રકમાં ઓલ્ડ સીઝન ગોલ્ડન કલેક્શન બ્રાંડની૩૧૨૦ બોટલ તેમજ મેકડોવેલ્સ ૦૧ બ્રાંડની ૩૮૪૦ બોટલ સહિત ૬૯૬૦ વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસે ચાલક પુનમરામ લાલારામ જાખડને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ૩૩.૧૨ લાખની કીમતનો વિદેશી દારૂની ૬૯૬૦ બોટલ,આર જે 19 જીબી ૯૪૦૪ નંબરના ટ્રક, ૧૦ ટન માટી તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ ૪૩.૧૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.પોલીસે ઝડપાયેલ દારૂનો જથ્થો તેમજ આરોપીને માળિયા પોલીસ હવાલે કર્યા હતા બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ટ્રક ચાલક પુનમ રામ જાખડ તેમજ ભુરારામ જાટ નામના શખ્સો વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

