મોરબી જીલ્લામાં દિન પ્રતિદિન વાહન અક્સમાતની ઘટના બની રહી છે લોકો વાહન ચલાવતી વખતે વાહન ચાલકો નિયમનું પાલન કરે તેવી અવાર નવાર જિલ્લા પોલીસ, રીઝનલ ટ્રાન્સપોર્ટ વિભાગ તેમજ વહીવટી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે તો સાથે સથે જરૂર પડ્યે દંડ અને ફરિયાદ જેવી કાર્યવાહી કરતી હોય છે તેમ છતાં મોરબી જિલ્લામાં વાહન અકસમાંતની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે મોરબી જિલ્લામાં વર્ષ 2022માં 328 જેટલા નાના મોટા અકસ્માતના બનાવ બન્યા હતા જેમાં 235 જેટલા લોકો એ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો તો 250 જેટલા લોકોને સામાન્યથી લઇ ગંભીર ઈજા પહોચી હ્તી .આ 328 એવાં અકસ્માત જ નોધાયા છે જે માત્ર પોલીસ ચોપડે નોધાયા છે એવા કેટલીય ઘટના બની હતી જે પોલીસ ચોપડે નોધાઇ નથી ત્યારે મોરબી જિલ્લા પોલીસ વિભાગ અને માર્ગ પરિવહન વિભાગ દ્વારા જીલ્લામાં વાહન અકસ્માતની ઘટનામાં ઘટાડો થાય તેમજ લોકો વાહન ચલાવતી વખતે નિયમનું પાલન કરે તે માટે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરી રહ્યું છે
મોરબીમાંપણ તા 11થી 17 સપ્તાહ સુધી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે આજે પ્રથમ દિવસે મોરબીના શનાળા રોડ પર આવેલ પોલીસ ચોકી ખાતે આયોજન કરવામાં આવી છે. જેમાં રસ્તા પરથી નીકળતા બાઈક સવાર લોકોને હેલ્મેટ પહેરવા કાર સવાર લોકોને સીટ બેલ્ટ પહેરવા પેસેન્જર વાહન ચાલકોને નિયમ કરતા વધુ પેસેન્જર ન ભરવા તેમજ ગતિ મર્યાદા કરતા વધુ વાહન ન ભરવા સહીતની માહિતી આપી હતી સાથે સાથે વાહન ચાલકોને ફૂલ આપી સ્વાગત કર્યું હતું
આ તકે ડે.કલેકટર દેવેન્દ્રસિંહ ઝાલા આરટીઓ ઇન્સ્પેકટર રોહિત પ્રજાપતિ, ડીવાયએસપી ગોસ્વામી મોરબી ટ્રાફિક પી આઈ સોલંકી સહિતના અધિકારી અને શહેરીજનો જોડાયા હતા

