HomeGujaratPGVCLની બેદરકારીએ હળવદના ચુપણી 21 અબોલ જીવનો ભોગ લીધો

PGVCLની બેદરકારીએ હળવદના ચુપણી 21 અબોલ જીવનો ભોગ લીધો

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના છેવાડાના ગામ એવા ચુપણી ગામમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે, બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નાડ ધ્રી ગામનાં અજીતસિંહ ખેડુંભા નામના ખેડૂતના ખેતરમાં જતા નાડધ્રી ફીડરના 30 વર્ષ જુનો 11 કે.વી. વીજ વાયર મંગળવારે વહેલી સવારે ચુપણી ગામની સીમમાં અચાનક તૂટી પડ્યો હતો અને તેની નીચે ફરતી વશરામભાઈ ભવાનભાઈ ભરવાડ અને મુન્નાભાઈ કલાભાઈ ભરવાડની 21 જેટલી ગાય અને ભેસ પર પડ્યો હતો જીવતો વીજ વાયર પડતા વીજ શોક લાગવાથી તમામ ગાય-ભેસના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા ઘટનાને પગલે માલધારીમાં રોષ ફાટી નીકળ્યો હતો બન્ને માલધારીઓએ પીજીવીસીએલ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે પીજીવીસીએલ બેદરકારી દાખવી છે અહી 30 વર્ષ જુનો વીજ વાયર હોય જેને સમયાંતરે બદલવામાં આવતા ન હોવાથી આવી ઘટના બને છે અગાઉ પણ આ વીજ વાયર તૂટવાના કારણે એક ગાયનું મોત થયું હતું પીજીવીસીએલના વાયરનું મેન્ટેનસ કરવાની જવાબદારી જેને સોપવામાં આવી છે તેઓ સમયસર વીજ વાયર બદલતા નથી જેના કારણે ગંભીર અકસ્માત સર્જાઈ રહ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW