મોરબી માળીયા હાઇવે પર આવેલી ફન હોટલની બાજુમાં સોમવારના રોજ હળવદના વતની જુસબભાઈ સલીમભાઈ નામના 28 વર્ષનો યુવકનો અજાણ્યા વાહન સાથ અકસ્માત સર્જાયો હતો જેમાં જુસબભાઈને ઇજા પહોંચી હતી જે બાદ કોઈ વ્યક્તિ દ્વારા ૧૦૮ને કૉલ કરાતા મોરબી ૧૦૮ લાલબાગ લોકેશનના ઈએમટી મનીષભાઈ આહિર તેમજ પાયલોટ જીતેન્દ્ર માવદીયા એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત જુસબભાઈને ઇમરજન્સી સારવાર આપી હોસ્પિટલમાં ખસેડયા હતા દરમિયાન ઇજાગ્રસ્ત યુવક બેભાન હાલતમાં હોવાથી તેમના પર્સમાં રહેલા 27700 પડી ગયા હતા આ રકમ 108 ની ટીમે પોતાના કબજામાં લઈ બાદમાં ઇજાગ્રસ્તના મિત્ર જયેશભાઈને પરત સોપ્યા હતા
આમ મોરબી ૧૦૮ની ટીમે ઇજાગ્રસ્તને સારવાર આપી હતી સાથે સાથે ઇજાગ્રસ્ત યુવક પાસેથી મળેલા રૂ 27 700 પરત કરી પોતાની પ્રમાણિકતા પણ દાખવી હતી.

