HomeGujaratSaurashtra Kutchhમોરબીમાં ત્રણ મહિલા જુગાર રમતા ઝડપાઈ

મોરબીમાં ત્રણ મહિલા જુગાર રમતા ઝડપાઈ

હવે તો શ્રાવણિયો જુગાર નહીં પરંતુ હવે બારમાસી જુગાર થઈ ગયો છે જ્યાં જુઓ ત્યાં લોકો જુગાર રમતા ઝડપાઈ રહ્યા છે ત્યારે ના માત્ર પુરુષ પરંતુ હવે તો સ્ત્રીઓ પણ જુગારના રવાડે ચડતી નજરે પડી રહી છે

મળતી માહિતી મુજબ મોરબીના રાજનગર સોસાયટી પાસે આવેલ ચંદ્રેશ નગરમાં ત્રણ મહિલા જુગાર રમતી ઝડપાય છે ન્યુ ચંદ્રેશનગરમાં રહેતા વસંતબેન સુભાષભાઈ ચીખલીયા ઉમર વર્ષ 40 પોતાના ઘરે બહારથી અન્ય બે મહિલાને બોલાવીને જુગાર રમાડતા હતા પરંતુ આ જુગારના ખેલમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો અને ત્રણેય મહિલાઓ પોલીસના હાથે ઝડપાઈ ગઈ

પકડાયેલ મહિલા નામ

વસંતબેન સુભાષભાઈ ચીખલીયા ઉંમર વર્ષ 40
હંસાબેન કાળુભાઈ ગૌસ્વામી ઉંમર વર્ષ 53
હીનાબેન અરવિંદભાઈ વડાવિયા ઉંમર વર્ષ 42

ન્યુ ચંદ્રેશ નગર સોસાયટીમાં જુગાર રમતી 3 મહિલાઓ ₹40,200 ના મુદ્દા માલ સાથે પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી પોલીસે ત્રણેય મહિલાઓ વિરોધ જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW