HomeGujaratમોરબી આંદરણા ગામના મહિલા સરપંચે રાજીનામું આપ્યું,

મોરબી આંદરણા ગામના મહિલા સરપંચે રાજીનામું આપ્યું,

મોરબી તાલુકાના આંદરણા ગામે મહિલા સરપંચે રાજીનામુ આપ્યું. જ્યાં તેમણે પોતાના પતિની બીમારીનું કારણ રજૂ કર્યાનું તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરેલ રાજીનામામાં જણાવ્યું હતું.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આંદરણા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિજયાબેન મોહનભાઈ સોલંકીએ મોરબીના તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને જણાવ્યું હતું કે, તેઓ રાજીખુશીથી તથા કોઈને દબાણો વગર રાજીનામું આપી રહ્યા છે. તેઓ આંદરણા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવતા હતા પરંતુ છેલ્લા એક માસથી તેમના પતિની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ ગ્રામ પંચાયતની કામગીરીમાં પૂરતું ધ્યાન આપી શકતા ન હતા તેથી રાજીનામું આપી રહ્યા છે અને આ રાજીનામું મંજૂર કરી લેવા વિનંતી તેવું તેમણે જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW