HomeGujaratઅમદાવાદ એરપોર્ટ પર જાણે મોટો ચમત્કાર થયો, ટોયલેટમાંથી મળ્યું અધધ ૪૫ લાખનું...

અમદાવાદ એરપોર્ટ પર જાણે મોટો ચમત્કાર થયો, ટોયલેટમાંથી મળ્યું અધધ ૪૫ લાખનું સોનું, અધિકારીઓ હાંફી ગયા..

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટના ટોયલેટમાંથી 45 લાખ રૂપિયાનું સોનું મળી આવ્યું છે. આ સોનું કસ્ટમ વિભાગને સોંપવામાં આવ્યું હતું. કહેવાય છે કે એરપોર્ટના હાઉસકીપિંગ સુપરવાઈઝરને 800 ગ્રામ સોનું મળ્યું હતું, તેની કિંમત 45 લાખ રૂપિયા હતી. સુપરવાઈઝરે તે સોનું કસ્ટમને આપી દીધું. તેમની આ કામગીરીને જોતા સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મેનેજમેન્ટ કંપનીએ તેણીનું સન્માન પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું.

મળતી માહિતી મુજબ ગુરુવારે એરપોર્ટના હાઉસકીપીંગ સુપરવાઈઝર હરવિન્દર નારુકા ઈન્ટરનેશનલ ટર્મિનલ 2 પર સ્ટાફ દ્વારા ટોઈલેટની સ્વચ્છતાની ચકાસણી કરી રહ્યા હતા. આ દરમિયાન જ એરપોર્ટના શૌચાલયની ફ્લશ ટાંકી ખુલ્લી જોઈ તેમણે ત્યાં તપાસ કરી હતી. આ દરમિયાન તેમાંથી પ્લાસ્ટિકની બે થેલીઓ કાઢી લેવામાં આવી હતી જેમાં બે સોનાની બંગડી હતી. બંને બંગડીઓનું વજન 400 ગ્રામ હતું.

આ વિશે માહિતી આપતા નારુકાએ કહ્યું કે અબુ ધાબીની ફ્લાઈટ મારા ટોઈલેટની તપાસ કરતા પહેલા આવી ગઈ હતી. આશંકા છે કે કોઈ મુસાફર સોનું લઈને નીકળી ગયો હશે. જો કે આ સોનું કોણ લાવ્યું અને કોણે ટોયલેટમાં મૂક્યું તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW