હીરાબા ને મંગળવારે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ સિવાય તેમને કફની પણ તકલીફ હતી તેમને તાત્કાલિક અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા ડોક્ટરે માતા હીરાબાનું એમ આર આઈ અને સીટી સ્કેન કર્યું હતું ગઈકાલે હોસ્ટેલ દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ આજે વહેલી સવારે તેમનું નિધન થયું હતું
પીએમ મોદી દ્વારા ટ્વિટ કરીને માતા હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી પીએમ મોદીએ લખ્યું હતું કે જ્યારે હું તેમને તેમના 100માં જન્મદિવસ પર મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી જે હંમેશા યાદ રહેશે કે કામ કરો બુદ્ધિથી જીવન જીવો શૃદ્ધિથી. આ ઉપરાંત વધુમાં તેમની લખ્યું હતું કે શાનદાર શતાબ્દીનો ઈશ્વરની ચરણમાં વિરામ, માં મેં હંમેશા એ ત્રણ ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે, જેમાં એક તપસ્વીની યાત્રા નિસ્વાર્થ કર્મયોગી અને મૂલ્યો પ્રત્યે પ્રતિ બુદ્ધ જીવનના પ્રતીક નો સમાવેશ કર્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું અવસાન થતાં રાજ્ય અને કેન્દ્રના નેતાઓએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરી લખ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી પૂજ્ય હીરાબાના દેવલોક ગમન થી ઊંડા દુઃખની લાગણી અનુભવ છું પૂજ્ય હીરાબા વાત્સલ્ય સાદગી પરિશ્રમ અને ઉચ્ચ જીવન મૂલ્યાંક પ્રતિમૂર્તિ હતા ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું ઓમ શાંતિ આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત સાહેબ કરી લખ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદરણીય માતાજી હીરાબાના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું માતાએ વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક છે જેને ગુમાવવાનું દુઃખ નિ: શંકપણે વિશ્વનું સૌથી મોટું દુઃખ છે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને પીએમ મોદીની માતાની શ્રદ્ધાંજલિ આપી છે તેણે ટ્વિટ કર્યું માતા પુત્ર માટે આખી દુનિયા છે માતાનું અવસાન એ પુત્ર માટે અસહ્ય અને ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદરણીય માતાનું અવસાન ખૂબ જ દુઃખદ છે ભગવાન શ્રીરામ દિવંગત પવિત્ર આત્માને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે ઓમ શાંતિ જેપી નડ્ડા એ પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદરણીય માતા ના અવસાન પર ખૂબ જ શોખ વ્યક્ત કરું છું હીરાબાનું સંઘર્ષ સમય અને સાદાચાર્ય જીવન હંમેશા પ્રેરણા રૂપ છે જેમના સ્નેહ અને સત્યતાએ દેશને સફળ નેતૃત્વ આપ્યું માતાની વિદાય એ એક અપૂરતી ખોટ છે આ શૂન્યતા ભરવી અશક્ય છે


