HomeGujaratહીરાબાનુ નિધન પીએમ મોદીએ ટ્વિટ થી જાહેરાત કરી પીએમ ભાઈના ઘરે પહોંચ્યા

હીરાબાનુ નિધન પીએમ મોદીએ ટ્વિટ થી જાહેરાત કરી પીએમ ભાઈના ઘરે પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું – એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થશે. તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત ઘરેથી 8.30 વાગ્યા થશે અને સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચશે.

તેમણે અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની એક અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે સવારે યુ.એન.મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી. તેમના તમામ રિપોર્ટ કરાયા બાદ હાલ ચોથા માળ પર સારવાર કરવામાં આવી રહી હતી. તેમની છ એક્સપર્ટ ડોક્ટર તેમજ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW