HomeGujaratમોરબીના લક્ષ્મીનગરથી રૂ 4.10 લાખનો કોલસો ભર્યા બાદ ટ્રક હરિયાણા પહોચ્યો જ...

મોરબીના લક્ષ્મીનગરથી રૂ 4.10 લાખનો કોલસો ભર્યા બાદ ટ્રક હરિયાણા પહોચ્યો જ નહી,10 મહીને પોલીસ ફરિયાદ

મોરબી માળિયા હાઇવે પર લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ફોર્ચ્યુન લોજીસ્ટીક નામની ઓફિસમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા રાજીવ હસમુખભાઈ શુક્લએ આર જે 14 જીએચ 4425 નંબરના ટ્રક માલિક રામસિંગ યાદવ અને તેના ડ્રાઈવર સુલ્તાનરામ સુરજમલ યાદવ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ટ્રક ચાલક આર જે 14 જી એચ 4425 નંબરના ટ્રકમાં ભડિયાદ ગામ નજીક આવેલ પટેલ કોલમાંથી રૂ 4.10 કોલસો ભર્યો હતો તેમજ એડવાન્સ પેટે રૂ 1.05 લાખ અને હરિયાણામાં આવેલ પાણીપથ ખાતે આવેલ નારાયણ કંપની આસરામાં મોકલવાનો હતો પરંતુ તેઓએ કોલસો પહોચાડવાના બદલે બારોબાર ઘર કરી ગયા હતા જે અંગે રાજીવ શુક્લાએ આરોપી રામસિંગને ફોન કરતા તેણે જણાવેલ કે તમે ટ્રક ત્યાં ખાલી કરાવી નાખો નહિતર હું ટ્રક જ્યાં છે ત્યાં જ ખાલી કરી રવાના થઇ જઈશ આ અંગે રાજીવ શુક્લાએ તપાસ કરતા હરિયાણામાં પાર્ટીને ટ્રક મળ્યો ન હોવાનું સામે આવતા અંતે તેઓ વચ્ચે વાતચીત દરમિયાન તેમની સાથે છેતરપીંડી થયા હોવાનું સામે આવ્યું હતું તાલુકા પોલીસે ફરિયાદ આધારે આર જે 14 જીએચ 4425 નંબરના ટ્રક માલિક રામસિંગ યાદવ અને તેના ડ્રાઈવર સુલ્તાનરામ સુરજમલ યાદવ વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW