વિશ્વભરમાં ફરી કોરોનાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કોરોના દર્દીઓની હાલત અંગેના ચીન તરફથી મળી રહેલા અહેવાલો તેમજ સામે આવેલી દર્દનાક તસવીરોના કારણે વિશ્વભરના મોટાભાગના લોકો ફરી ચિંતિત બની રહ્યા છે. હાલ ચીન સહિત ઘણા દેશોમાં કોરોના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે, જેને લઈને ભારત સહિત ઘણા દેશો અગમચેતીના ભાગરૂપે કોરોનાના પગપેસારાને રોકવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો ભારતમાં પણ તકેદારી પગલાં ઉઠાવાઈ રહ્યા છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે કોવિડ-19ને ફેલાતો અટકાવવા માટેની તૈયારીના ભાગરૂપે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી.બેઠક પૂર્ણ થયા બાદ ગાઈડલાઈન જારી કરાઈઆ બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. આમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે રાજ્યોને ચિઠ્ઠી લખીને આવનારા દિવસોમાં તહેવારોમાં ખાસ ધ્યાન આપવા જણાવ્યું છે. સાથે જ ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ પર ધ્યાન આપવાની પણ સલાહ આપી છે. રાજ્યોને ખાતરી કરવા જણાવ્યું છે કે, તમામ લોકો પ્રોકેશન ડોઝ લે. લોકોને માસ્ક પહેલા અને સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે પણ કહ્યું છે.ઉલ્લેખનિય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22મી ડિસેમ્બરે ગુરુવારે કોરોનાના ખતરાને ધ્યાને રાખી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 21મી ડિસેમ્બરે બુધવારે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.તહેવારોમાં ખાસ સાવધાન રહેવુંતહેવારોમાં કોઇપણ કાર્યક્રમમાં કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે જેમાં કોઇપણ બિઝનેસ ઇવેન્ટમાં કે અન્ય કાર્યક્રમમાં ઓવર ક્રાઉડિંગને ટાળવાનું સાથે જ વેન્ટિલેશન વાળી જગ્યાઓ પસંદ કરવા જેવી બાબતો પર ઘ્યાન આપવાનું રહેશે.સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવનારા તહેવારોનાં દિવસો અને નવા વર્ષની ઊજવણમાં ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ એન્ડ વેક્સિન અને માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનો આદેશ આપ્યો છે.તેમણે કહ્યું કે આજની મીટિંગમાં કોવિડ-19 વિરૂદ્ધની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમે હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયાને કેન્દ્ર સરકારની મદદ કરવાની તૈયારી પણ બતાવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે વિશ્વના કેટલાક ભાગોમાં કોવિડ -19ના વધતા કેસોને લઈને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે. માંડવિયાએ ગુરુવારે રાજ્યસભામાં ભારતની તૈયારીઓ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. ચીન અને ભારત વચ્ચે કોઈ સીધી ફ્લાઈટ નથી, પરંતુ લોકો અન્ય માર્ગોથી આવે છે.કોઈ અજ્ઞાત વેરિયન્ટ ભારતમાં પ્રવેશ ન કરે..કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું વાયરસનો કોઈ અજાણ્યો વેરિયન્ટ ભારતમાં પ્રવેશે નહીં તેની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે અને તે જ સમયે મુસાફરીમાં કોઈ અવરોધ ન આવે. ચીન અને અન્ય કેટલાક દેશોમાં કોવિડના કેસોમાં વધારો જોવા મળ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આત્મસંતુષ્ટતા સામે ચેતવણી આપી, કડક દેખરેખ માટે હાકલ કરી અને નિર્દેશ આપ્યો કે ચાલુ દેખરેખના પગલાંને મજબૂત બનાવવામાં આવે, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર.રાજ્ય સરકારોએ તૈયારીઓ શરૂ કરીકોરોનાની આશંકા વચ્ચે, રાજ્ય સરકારો પણ સતર્ક થઈ ગઈ છે. આને રોકવા માટે વ્યૂહરચના ઘડવા માટે અધિકારીઓએ બેઠકો યોજવાનું શરૂ કર્યું છે. આ સાથે જ કોરોનાની તપાસને ઝડપી બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે. સંક્રમણ અટકાવવા માટે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે.દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે કોરોનાવાયરસનું નવો ઓમિક્રોન સબ-વેરિયન્ટ BF.7, જે ઘણા દેશોમાં કેસોમાં વધારોનું કારણ બની રહ્યું છે, રાષ્ટ્રીય રાજધાનીમાં હજી સુધી શોધી શકાયું નથી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકાર તેની સાથે વ્યવહાર કરવા માટે તૈયાર છે.
કોરોનાના વધતા સંક્રમણને લીધે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાની બેઠક,નવી ગાઈડલાઈન જાહેર
RELATED ARTICLES

