ગોંડલ તાલુકાના રીબડા ગામે મોડી સાંજે પટેલ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે તણખલા ઝરતા મામલો બિચક્યો હતો અને જિલ્લાભરની પોલીસ રીબડા અને ગોંડલ ખાતે ગોઠવાઈ જવા પામી હતી. રીબડા, ગુંદાસરા અને સડક પીપળીયા ગામના લોકો ગોંડલ જયરાજસિંહ જાડેજાના નિવાસ્થાને દોડી આવતા ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાવવા પામી હતી. એકદિવસ અગાઉ રિબડા ગામમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હાજરીમાં પટેલ સમાજનું સ્નેહમિલન યોજાયુ હતુ. જે કાર્યક્રમમાં જયરાજસિંહ જાડેજાએ રિબડા જૂથ પર આકરા પ્રહાર કર્યા હતા. જેના બીજા જ દિવસે પટેલ યુવક પર હુમલાની ધટના ધટી હતી. જેથી હાલ મામલો ગરમાયો છે. જેની વચ્ચે આજે ગુરુવારના રોજ રીબડામાં સાંજે મહા સંમેલન યોજાવાની જાહેરાત જયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે.
ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા અમિત ખૂંટ નામના યુવાને જણાવ્યું હતું કે, મારા લમણે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ સહિતના લોકોએ બંધુક રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંધુકની નાળ ત્રણ-ચાર વખત છાતીમાં મારી ધાક ધમકી આપવામાં આવી હતી. જેથી વ્યતીત બનેલા રીબડા સડક પીપળીયા અને ગુંદાસરા સહિતના ગામોના લોકોનું મોટું ટોળું સાંજના રજૂઆત કરવા માટે જયરાજસિંહ જાડેજાના ઘરે દોડી આવ્યું હતું. આ તકે ડીવાયએસપી ઝાલા સહિતનો બહોળી સંખ્યામાં પોલીસ કાફલો પણ પહોંચ્યો હતો. ત્યારે જયરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવતીકાલે સાંજે 7:00 વાગ્યે રીબડા ખાતે મહા સંમેલન બોલાવવામાં આવશે અને તેની સાથે રમેશભાઈ ટિલાળા પણ જોડાશે. તેમજ રીબડાના શખ્સો દ્વારા જે પણ કાંઈ કૃત્ય કરવામાં આવ્યું છે.