HomeGujaratમોરબીમાં પતિએ આડા સંબંધની આશંકાએ પત્નીને હોકીથી ફટકારી

મોરબીમાં પતિએ આડા સંબંધની આશંકાએ પત્નીને હોકીથી ફટકારી

મોરબીના સરદાર બાગ નજીક આવેલા આદર્શ સોસાયટીમાં રહેતા નિરવ વલ્લભભાઈ રાજપરાના 13 વર્ષ પહેલા શ્રધ્ધાબેન જયંતિભાઈ સાથે થયા હતા પતી પત્ની વચ્ચે કોઈ બાબતે અણ બનાવ બનતા શ્રધ્ધાબેન તેમના 6 વર્ષના દીકરા વિધાન ને સાથે લઈ પિયરમાં જતી રહી હતી.દરમિયાન ગઈ કાલે શ્રધ્ધાબેને તેમના દિકરાને સ્કૂલથી લઈ જઈ દીકરાના સ્કૂલ ટીચરના ઘરે મુકીને જતા રહ્યા હતા જ્યાથી આરોપી નિરવ વિયાનને લઈ ગયો હતો સાંજે શ્રધ્ધાબેન દીકરાને લેવા ગયા ત્યારે નિરવે શ્રધ્ધાબેન સાથે ઝઘડો કર્યો હતો અને તેમને મેહુલ સ્ટુડિયો વાળા મેહુલભાઈ,અજય લોરિયા તેમજ ફિઝિયો ફિટ ઝીંમ માં કામ કરતા હર્ષદભાઈ સાથે આડા સંબંધ હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ મહિલા પર આડા સબંધ છે તેવું કબુલ કરવાનું દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને હોકી વડે હુમલો કર્યો હતો અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી તો હાથ પણ ફેક્ચર કેરી દેતા શ્રધ્ધાબેન ને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW