HomeGujaratભારે કરી !બે વર્ષથી રીસામણે ગયેલ પત્નીએ પતિના નામનું ફેક આઈડી...

ભારે કરી !બે વર્ષથી રીસામણે ગયેલ પત્નીએ પતિના નામનું ફેક આઈડી બનાવી અન્ય યુવતીને લગ્નનો પ્રસ્તાવ મુક્યો

સોશ્યલ મીડિયાથી લોકો સમાન્ય રીતે જુના મિત્રો કે સગા સબંધીને જોડી રાખવામાં અને તેમની સાથે વાતચીત માટે થતો હોય છે જોકે આ મીડિયાનો દુરપયોગ થાય તો તેના ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે મોરબીમાં આવી જ એક ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા જીગર ચુનીલાલ રાઠોડ નામના યુવાને તેના પત્ની હીનાબેન સાથે લગ્ન થયા હતા જોકે લગ્ન જીવન દરમિયાન પતિ પત્ની વચ્ચે મતભેદ થતા હીનાબેન બે વર્ષથી રાજકોટ તેમના પિતાના ઘરે રીસામણે જતી રહી હતી જોકે ત્યાંથી તેમણે એવું કામ કર્યું કે પતિની રાતની ઊંઘ હરામ થઇ ગઈ હતી હિનાબેને તેમના મોબાઈલ માંથી તેમના પતિ jigar_rathodના નામથી ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી એક યુવતીના ઈન્સ્ટાગ્રામ આઈડી પર લગ્ન કરી લેવા જેવો ફેક મેસેજ કર્યો હતો તેમજ અવાર નવાર જીગરભાઈ અને યુવતીને અવાર નવાર હેરાન કરતા જીગરભાઈએ તેમના પત્ની હીનાબેન વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.બનાવ અંગે ઇન્ફોર્મેશન ટેકનોલોજી 2000 અંતર્ગત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW