મોરબીમાં જાણે દિવસેને દિવસે રોમિયોગીરી, યુવતી ની છેડતી સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે માત પિતાએ સાવધાન થવાની જરૂર છે હાલમાં મોરબીમાં નામ બદલી અને યુવતી ને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મમાં આ આચરવાની ઘટના સામે આવી છે જોકે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે
મોરબી શહેરમાં રેહતી એક યુવતી દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે આસિફ મામદ મકરાણી નામના ઇસમ દ્વારા તેમનું નામ બદલાવી અશોક બાબુભાઈ નામ રાખીને યુવતી સાથે મિત્રતા બનાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જોકે ત્યારબાદ તેનું સાચું નામ આસિફ છે અને બાદમાં આસિફ દ્વારા તેમના કામના સ્થળે જઈને ધમકાવી થી લગ્ન કરવા માટે દબાણ કરતા સમગ્ર મામલે હાલતો તેના મિત્ર દ્વારા હિંમત આપી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે પણ સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળનો ગુનો નોંધણી તપાસ હાથ ધરી છે
ઉલ્લેખનીએ છે કે મોરબીમાં વારંવાર આ પ્રકારની ઘટના સામે આવી રહી છે ત્યારે માત પિતાએ પણ સાવધાની રાખવી જરૂરી છે જેથી આ પ્રકારની ઘટના બનતી અટકી સકે અને યુવાનો આ પ્રકારની ઘટનાનો ભોગ ના બને અને યુવાનો પણ સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી બને છે.

