સિરામિક ઝોન એવા મોરબી જેતપર પીપડી રોડ પર આવેલી ફેકટરીમાં કેશિયર નું કામકાજ કરતો યુવક ગુરુવારે રાત્રે પોતાનું કામ પૂરું કરી પોતાના ઘરે જતો હતો તે દરમિયાન નવી પીપળી અને જૂની પીપળી ગામની વાંચે આશ્રમ પાસે એક કારમાં ત્રણ જેટલા શખ્સોએ બાઇક સાથે કાર અથડાવી પછાડી દીધો હતો અને યુવકને માર મારી તેની પાસે રહેલી રૂ. 29 લાખ જેટલી રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે યુવાને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી

બનાવ મળતી વિગતો મુજબ નવી પીપળી ગામના વતની અને કેલેફેકસન ટેકનો પ્રા.લી. ફેકટરીમા કેશિયર તરીકે કામ કરતા ચંદ્રેશભાઇ સવજીભાઇ શીરવી ગુરુવારે રાત્રે પોણા આઠથી આઠેક વાગ્યાના આસપાસ ફેક્ટરીએથી કામ પતાવી ઘેર જતા હતા ત્યારે નવી પીપળી અને જૂની પીપળી વચ્ચે આશ્રમ નજીક એક અજાણી કારે તેમને ઠોકર મારી નીચે પછાડી દીધા હતા અને કારમાંથી ઉતરેલા અજાણ્યા ત્રણ શખ્સોએ તેને મારમાર્યો હતો બાદમાં તેમની પાસે રહેલ રોકડ રકમ રૂ 29 લાખ ભરેલો થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા બનાવ બાદ યુવાને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
.

