HomeGujaratCentral Gujaratરાજકોટમાં ૧૮મી ડિસેમ્બરે જી.પી.એસ.સી. વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષા યોજાશે.

રાજકોટમાં ૧૮મી ડિસેમ્બરે જી.પી.એસ.સી. વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષા યોજાશે.

ચીફ ઓફિસરની પરીક્ષા માટે રાજકોટ-આસપાસના જિલ્લામાંથી ૧૩,૩૮૩ ઉમેદવારો નોંધાયા.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજકોટમાં આગામી ૧૮મી ડિસેમ્બરના રોજ ચીફ ઓફિસર વર્ગ-૩ માટેની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ શહેરમાં ૬૦ કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે રાજકોટ તેમજ આસપાસના જિલ્લાઓમાંથી ૧૩,૩૮૩ ઉમેદવારો નોંધાયા છે.

જિલ્લા કલેક્ટર કચેરી તરફથી મળેલી માહિતી મુજબ, આ પ્રાથમિક પરીક્ષાનો સમય સવારે ૧૧થી ૧૨.૧૫નો છે.

દરેક પરીક્ષા કેન્દ્રો પર ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગના એક-એક પ્રતિનિધિ તેમજ એક-એક તકેદારી અધિકારી મળીને ૧૨૦ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા માટે જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે કામ કરી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW