મોરબી તાલુકાના જેતપર ગામના તળાવમાં બે દિવસ પહેલા નાહવા પડેલા એક યુવક કોઈ કારણ પગ લપસી જતા ડૂબી ગયો હતો ઘટના બાદ શરુઆતમાં સ્થાનિક તરવૈયાએ શોધખોળ કરી હતી જોકે પત્તોના લાગતા મોરબી ફાયર વિભાગની ટીમે પણ શોધખોળ કરી હતી પરંતુ બે દિવસસુધી મૃતદેહ ન મળતા આજે ફરીવાર તલાસ શરુ કરવામાં આવી હતી અને શુક્રવારે સવારે મૃત દેહ મળી આવ્યો હતો મૃતકનું નામ રવીન્દ્ર સીહ ઉર્ફે સન્ની ઉ.વ ૩૫ હોવાનું સામે આવ્યું હતું મૃતદેહ મળ્યા બાદ પીએમ માટે જેતપર પીએચસી ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

