હળવદ તાલુકાના રણજીતગઢ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની અને હળવદની રોટાવેટા બનાવતી કંપની અસ્વ શક્તિ નામના કારખાનામાં કામ કરતા ત્રણ યુવાનો કેવાભાઈ સવશીભાઈ ઠાકોર (ઉ.વ.૨૭), મેન્દભાઈ વાલાભાઈ ઠાકોર (ઉ.વ.૨૦) અને અલ્પેશભાઈ શ્રવણભાઈ ઠાકોર (ઉ.વ.૧૮) ગઈકાલે ન્હાવા પડ્યા બાદ દરમિયાન અકસ્માતે એક પછી એક એમ ત્રણ યુવાનો ડૂબી ગયા હતા ઘટનાની જાણ થતા પરિવારજનો અને ગામના લોકોએ શોધખોળ કરી હતી પણ કોઈ પત્તો ન લાગતા કેનાલની આવક બંધ કરાવી સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ કરી હતી પરંતુ પત્તો ન લાગતા તપાસ હાથ ધરી હતી બુધવારે યુવાનોનો પત્તો ન લગતા બીજા દિવસે પણ તપાસ કરતા આજે સવારે 2 યુવાનો મૃતદેહ મળતા પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા જયારે એક મૃતદેહનો પત્તો ન લાગતા તેની શોધખોળ ચાલુ રાખી હતી બનાવની જાણ થતા હળવદ પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી

