કેન્દ્ર સરકારે મદરેસાઓમાં ધોરણ ૧થી આઠ માટે વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ આપવામાં આવતી હતી તેના પર રોક લગાવી દીધી છે.
મદ્રેસાઓમાં ધો.1થી8ના બાળકોને નવા શૈક્ષણિક સત્રથી શિષ્યવૃતિ બંધ કરવાનો આદેશ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો છે. ગત વર્ષે ઉતરપ્રદેશમાં મદ્રેસાના છ લાખ બાળકોને શિષ્યવૃતિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે કહ્યું કે શિક્ષણ અધિકાર કાયદા હેઠળ ધો.1થી8નું શિક્ષણ મફત છે ત્યારે શિષ્યવૃતિ આપવાની કોઈ જરૂર રહેતી નથી.
અત્યાર સુધી મદરેસામાં 1 થી 5 સુધીના બાળકોને રૂ.1000ની શિષ્યવૃત્તિ મળતી હતી. સાથે જ 6 થી 8 ના બાળકોને અલગ-અલગ કોર્સ પ્રમાણે સ્કોલરશિપ મળતી હતી.
ગયા વર્ષે રાજ્યની 16558 મદરેસાઓમાં 4 થી 5 લાખ બાળકોને શિષ્યવૃત્તિ મળી હતી. આ વખતે નવેમ્બરમાં પણ મદરેસાઓના બાળકોએ શિષ્યવૃત્તિ માટે અરજી કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારે અચાનક સ્કોલરશીપ બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે શિષ્યવૃત્તિ પહેલાથી જ બંધ કરી દીધી છે.

