આગામી ૧લી ડિસેમ્બરે વિધાસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે ચૂંટણી તંત્ર દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં મતદાન મથકો પર મુખ્ય અલગ અલગ પ્રકારના પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે જેમાં મહિલા કર્મચારીઓ સંચાલિત સખી મતદાન મથક દિવ્યાંગો કર્મચારીઓ સંચાલિત દિવ્યાંગ મતદાન મથક મોડેલ મતદાન મથક તેમજ એક ઇનોવેટિવ મતદાન મથક પણ કરવા પહેલ કરી છે ત્યારે મોરબી જિલ્લામાં પણ મોરબી માળિયા વિધાનસભા બેઠક પર ધરમપુર ગામ ખાતે આવું જ એક ઇનોવેટિવ મતદાન મથક ઊભું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં
ઉદ્યોગ થકી વિશ્વ સ્તરે આગવી નામના ધરાવતા મોરબીના સીરામીક ઉદ્યોગની ઝાંખી તેમજ મોરબીની 20 ઐતિહાસિક ધરોહરનું પણ ડિજિટલ માધ્યમ થકી લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરવામાં આવશે. ત્યારે મોરબીમાં ધરમપુર ખાતે આ મોડલ મતદાન મથક ઊભું કરવામાં આવશે
ચૂંટણી પંચની આગવી પહેલને જ્યારે મોરબીના સીરામીક ઉદ્યોગ દ્વારા સુપેરે પાર પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે મોરબીના મતદારો પણ આપેલ ને આવકારી મોડેલ મતદાનની મુલાકાત લે તેમજ 1 ડિસેમ્બરના રોજ યોજાના મતદાનના દિવસે 100% મતદાન કરે તેવી અપીલ મોરબી સિરામીક એસો.ના પ્રમુખ હરેશ બોપલીયાએ કરી છે આ સાથે મોરબી જિલ્લાની જનતાને જણાવ્યું છે કે, “સિરામીક નગરી મોરબી મતદાનમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. મતદાન એ આપણે અધિકાર છે ત્યારે ખૂબ જરૂરી છે કે, આપણે સૌ જંગી મતદાન કરીએ. તેઓ સંદેશો પણ આપવાનો પ્રયાસ કર્યો હતો

