HomeGujaratટંકારા: એક સરખા નામના ખેડૂતના ખાતામાં ગોંડલના વેપારીએ ભૂલથી રૂ.2.43 લાખનું પેમેન્ટ...

ટંકારા: એક સરખા નામના ખેડૂતના ખાતામાં ગોંડલના વેપારીએ ભૂલથી રૂ.2.43 લાખનું પેમેન્ટ કર્યું,ખેડૂતે પરત કર્યું


ટંકારા : ટંકારાના બે સરખા નામ ધરાવતા ખેડૂતોએ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળી વેચાણ કર્યા બાદ વેપારીએ રૂપિયા 2.43 લાખ ભૂલથી અન્ય ખેડૂતના ખાતામાં જમા કરાવી દેતા ટંકારાના ખેડૂતે પ્રામાણિકતા દાખવી માતબર રકમ પરત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના રમેશભાઈ અંબારામભાઈ ગેડિયાએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આર.કે.કોર્પોરેશન નામની પેઢીમાં મગફળી વેંચતા રૂપિયા 1.18 લાખ વેપારીએ રમેશભાઈ અંબારામભાઈ ગેડિયાના ખાતામા જમા કરાવી દીધા હતા.

જો કે, બાદમાં ટંકારાના ઉમિયાનગરના ખેડૂત રમેશભાઈ અંબારામભાઈ ઘેટિયાએ પણ ગોંડલ યાર્ડમાં આર.કે.કોર્પોરેશનમાં જ પોતાની મગફળી વેચી હોય રૂપિયા 2.43 લાખનું પેમેન્ટ વેપારીએ રમેશભાઈ અંબારામભાઈ ગેડિયાના ખાતામાં જમા કરાવી દીધું હતું. બાદમાં આ અંગેની જાણ થતાં ટંકારાના રમેશભાઈએ પેઢીના વેપારી કેતનભાઈ રાજવીર ને તાત્કાલિક બેંકનો ચેક આપી રકમ પરત કરી પ્રામાણિકતા દાખવતા વેપારીએ ખેડૂતનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW