HomeNationalInter Nationalચીનના હેનાનમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં 36 મોત…

ચીનના હેનાનમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં 36 મોત…

ચીનના હેનાન પ્રાંતમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સર્જાઇ છે. આ આગમાં 36 લોકોનાં મોત થયા છે.

સ્થાનિક સરકારે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘટનામાં 2 લોકો ઘવાયાં છે જ્યારે બે અન્ય લાપતા છે. આગ જે કંપનીમાં લાગી હતી ત્યાં કેમિકલ અને અન્ય ઔદ્યોગિક સામાનનું નિર્માણ કરાતું હતું. વેનફાંગ જિલ્લા સરકારના અનુસાર આગ સોમવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ લાગી હતી અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ લગભગ ચાર કલાકની આકરી મથામણ બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાસ્થળ પર 200 કરતા વધારે રાહત કર્મીઓને કામે લગાવાયા હતા. 60 ફાયર કર્મીઓની પણ સેવા લેવામાં આવી હતી. આગ લાગવાનું કારણ અને અકસ્માતમાં કંપનીના કેટલાક કર્મચારીઓ માર્યા ગયા હતા તે સંબંધમાં હજુ સુધી કોઇ જાણકારી આપવામાં આવી નથી. જોકે, ચીનમાં વધતી સ્પર્ધા અને ભ્રષ્ટાચારને કારણે સુરક્ષા સંબંધિત ઉપાયોમાં ચૂક કરવી સામાન્ય વાત બની ગઇ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW