HomeGujaratમોરબીમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને કોર્ટે 20 વર્ષની કેદ...

મોરબીમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને કોર્ટે 20 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકાર્યો

મોરબી શહેરના એક વિસ્તારમાં રહેતી ત્રણ વર્ષની બાળકી તેના ઘર સામે રહેતા એક શખ્સે દુષ્કર્મ કર્યાની બાળકીની માતાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જે બાદ પોલીસે આ ઘટનામાં આરોપી રમેશ બાબુ માનેવાણીયાને ઝડપી લીધો હતો અને તેના મેડીકલ ટેસ્ટ કરાવી તપાસ હાથ ધરી હતી બાદ તેને મોરબી જેલ હવાલે કર્યો હતો

આ ફરિયાદમાં પોલીસે ચાર્જસીટ દાખલ કર્યા બાદ કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં જતો રહ્યો હતો. આ કેસમાં સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ ડી પી મહીડાની કોર્ટમાં સુનવણી હાથ ધરાઈ હતી જેમાં ફરિયાદી તરફી સરકારી વકીલ સંજય દવેએ ધારદાર દલીલ કરી હતી તેમજ ઘટના સાથે જોડાયેલ 18 સાક્ષીઓના મૌખિક પુરાવા અને 26 દસ્તાવેજી પુરાવા રજુ કરી આ કેસમાં આરોપી વિરુદ્ધ કડક સજા કરી દાખલો રજુ કરવા માગ કરી હતી બીજી તરફ બચાવ પક્ષ દ્વારા પણ દલીલ કરવામાં આવી હતી. બન્ને પક્ષની દલીલ અને પુરાવા તેમજ સાક્ષીઓના આધારે કોર્ટે આરોપી રમેશ બાબુને 20 વર્ષની સખ્ત કેદ તેમજ 20 હજારનો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ન ભરી શકે તો વધુ એક વર્ષની કેદ આપવા આદેશ કર્યો હતો

આ ઉપરાંત કોર્ટ દ્વારા ભોગ બનનાર બાળકીના પરિજનોને રૂ 4 લાખનું વળતર તેમજ જો શખ્સ દંડ ભરે તો વધુ 20 હજાર ચુક્ક્વવા આદેશ કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW