HomeGujaratહાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ચા.ચીફ ઓફિસરે તાબડતોબ સોગંદનામું રજુ કર્યું પુલ શરુ કરવાની...

હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ચા.ચીફ ઓફિસરે તાબડતોબ સોગંદનામું રજુ કર્યું પુલ શરુ કરવાની મંજુરી ન હોવાનો સ્વીકાર

મોરબીની ઝુલતા પુલ તૂટવાની ગોજારી દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓમોટો અને પીઆઈએલ પર એક સાથે સુનવણી ચલાવવમાં આવી રહી છે મંગળવારે યોજાયેલ સુનવણીમાં મોરબી પાલિકાના પ્રતિનિધિ હાજર રહ્યા ન હતા જેથી હાઈકોર્ટ લાલઘુમ થઇ ગઈ હતી અને પાલિકાને ઓવર સ્માર્ટ બનવાનો પ્રયાસ ન કરે તેવી ટીપ્પણી કરી હતી સાથે સાથે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટને પાલિકા સામે ઈ મેઈલ થકી બેલીફ જાહેર કરવા સુચના આપી હતી. હાઈકોર્ટની ફટકાર બાદ મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર એન કે મુછાર દ્વારા તાત્કાલિક સોગંદનામું રજુ કર્યું હતું આ સોગંદનામામાં ઝુલતાપુલને ઓરેવા ગ્રુપને મેન્ટનસ અને મેનેજમેન્ટને લઇ કરાયેલ કરાર અંગેની માહિતી આપી હતી આ ઉપરાંત તેઓએ સ્વીકાર કર્યો હતો કે ઓરેવા ગ્રુપ દ્વારા કોઈ પણ પ્રકારનું ફીટનેશ સર્ટીફીકેટ મેળવ્યું ન હતું તેમજ મેન્ટેન્સ બાદ તેમની જાણ બહાર પુલ શરુ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું

આ કેસમાં હાઈકોર્ટ દ્વારા 24 નવેમ્બર નવી મુદત આપવામાં આવી છે અને આ કેસની આગામી સુનવણી 24 નવેમ્બરના રોજ કરશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW