ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ વાંકાનેર કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું હોય તેવા દ્રશ્યો શનિવારે વાંકાનેર કુવાડવા ૬૭ વિધાનસભાની બેઠકના ઉમેદવાર જીતુ સોમાણીના સમર્થનમાં મળેલ સમસ્ત કોળી સમાજની બેઠકમાં જોવા મળ્યા હતા.
જેમાં કોંગ્રેસના પ્રભુભાઈ વીંજવાડીયા પૂર્વ ઉપ પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી, અલુભાઈ ઉડેશા સરપંચ સરતાનપર, વીંજવાડિયા ભનુભાઈ પૂર્વ સરપંચ ભીમગુડા, મહેશભાઈ અઘારા, સાદુરભાઈ સરાવાડીયા, સહિત પંદર ગામના સરપંચો સાથે દોઢસોથી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસને રામ રામ કરી મોરબી જિલ્લા પ્રભારી પ્રકાશભાઈ સોની, બાબુભાઈ હુંબલ મહામંત્રી જિલ્લા ભાજપ, અરજણભાઈ રબારી વાંકાનેર 67 વિધાનસભા પ્રભારી સહિત આગેવાનોની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો.વાંકાનેર કુવાડવા ૬૭ બેઠક પરના ભાજપના ઉમેદવાર જીતુ સોમાણીના સમર્થનમાં સમસ્ત કોળી સમાજની એક બેઠક માર્કેટચોક નજીક આવેલ શ્રીરામ કોમ્પ્લેક્ષ ખાતે મળી હતી. જેમાં વાંકાનેર શહેર- તાલુકામાંથી આગેવાનો સહિત કોળી સમાજ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યો હતો
જેમાં વાંકાનેર શહેર ચુવાળીયા કોળી ઠાકોર સમાજ પ્રમુખ જયંતીભાઈ મદ્રેસાણીયા, દેવજીભાઈ કુણપરા- પૂર્વ પ્રમુખ નગરપાલિકા, રાજુભાઈ રિબડીયા-પૂર્વ કાઉન્સિલર, શંકરભાઈ વીંજવાડીયા-પૂર્વ કાઉન્સિલર, વિનુભાઈ વાઢેર પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જિલ્લા, રાજુભાઈ માલકીયા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય, ભરતભાઈ ધરજીયા, જયંતિભાઈ ઉઘરેજા, અશોકભાઈ ધરજીયા-સરપંચ દેરાડા, જયંતીભાઈ ભીસડીયા ઉપ સરપંચ દેરાડા, જીવરાજભાઈ સારલા સરપંચ ખાનપર, કાનજીભાઈ ડાભી ઉપ સરપંચ ખાનપર, હેમંતભાઈ કુણપરા પલાસ સરપંચ, બચુભાઈ કુણપરા પૂર્વ તા.પ સભ્ય, જયેશભાઈ રોજાસરા સરપંચ રાજસ્થળી, ભૂપતભાઈ રોજાસરા ભેરડા સરપંચ, રમેશભાઈ સાબરીયા ઉપ સરપંચ ભેરડા, રાજનભાઈ ડૈણીયા પૂર્વ સરપંચ પાડધરા, જગદીશભાઈ ડૈણીયા પૂર્વ સરપંચ પાડધરા, સંજયભાઈ સરપંચ મકતાનપર, મનાભાઈ નદાસીયા સરપંચ વરડુસર, રઘુભાઈ પૂર્વ સરપંચ નાગલપર, મનસુખભાઈ સેટાણીયા પૂર્વ સરપંચ વરડુસર, દિનેશભાઈ કાંજીયા પૂર્વ સરપંચ વી.જાંબુડિયા, હેમુભાઈ ધરજીયા અગ્રણી ગાંગીયાવદર, પાંચાભાઈ ધરજીયા પૂર્વ સરપંચ ગાંગીયાવદર, બિપિનભાઈ ચૌહાણ જેપુર અગ્રણી, વાલાભાઈ સરપંચ સાતળા, મનસુખભાઇ પૂર્વ સરપંચ સાતળા, લવજીભાઈ ઝાલા રૂપાવટી અગ્રણી, સામતભાઈ ઝાલા ખખણા અગ્રણી, રણછોડભાઈ અગ્રણી રૂપાવટી, જલાભાઈ ડાભી ચિત્રાખડા પૂર્વ સરપંચ, ધીરુભાઈ પૂર્વ સરપંચ કાછીયાગાળા, પ્રવીણભાઈ સરાવાડિયા પૂર્વ સરપંચ સહિત આગેવાનો સાથે બહોળી સંખ્યામાં સમસ્ત કોળી સમાજ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યો હતો.

