HomeGujaratટંકારામાં પત્નીની હત્યા કરનાર આરોપી પતિ જેલ હવાલે

ટંકારામાં પત્નીની હત્યા કરનાર આરોપી પતિ જેલ હવાલે

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામ રહીને મજુરી કરતા શ્રમિક દંપતી ગત સપ્તાહમાં ઝઘડો થયો. જેમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પતિએ પત્નીને માથામાં પથ્થરના ઘા ઝીંકી દઈને નિર્મમ હત્યા નીપજાવી હતી. હત્યા કરી આરોપી પતિ ફરાર થયો હોય જે આરોપીને ટંકારા પોલીસ ટીમે ઝડપી લીધો છે. જે બાદ પોલીસે તેને કોર્ટમાં રજુ કરી તપાસ અર્થે એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે દરમીયાન પોલીસે જરૂરી તપાસ પૂર્ણ કરી હતી બાદ કોર્ટે આરોપીને જેલ હવાલે કરવા આદેશ કરતા આરોપી પતિને મોરબી જિલ્લા જેલ હવાલે કરાયો હતો

મૂળ MPના વતની અને હાલ ટંકારામાં રહીને ખેતમજુરી કરતા સુમારીયા પારસિંહ માવીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની બહેન મૃતક રાયાબેનના વતનમાં પોતે જાતે ખેત મજુરી કરી મકાન બનાવ્યું હતું જે મકાનમાં તેનો પતિ તેના માતાપિતાને રહેવા દેવાનું કહેતો હોય પરંતુ મૃતક રાયા તેના સાસુ-સસરાને રહેવાની ના પાડતી હોય જેથી આરોપી પતિ સુબો વેસ્તા વસુનીયાને માઠું લાગ્યુ હતું અને તેના કારણે દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. આવેશમાં આવી જઈને પથ્થર માથામાં ઝીંકી દેતા ગંભીર ઈજા પહોંચતા પત્નીનું મોત થયું હતું.
બનાવ મામલે ટંકારા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ટંકારા પીએસઆઈ એચ.આર. હેરભાની ટીમ ચલાવી રહી હોય જેમાં આરોપી સુબા વેસ્તા વસુનીયા રહે ટંકારા કલ્યાણપર મૂળ MP વાળાને ઝડપી લીધો હતો. કોર્ટમાં રજુ કરતા એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યો હતો.રિમાન્ડ દરમિયાન પોલીસે જરૂરી તપાસ પૂર્ણ કરી હતી બાદમાં કોર્ટે આરોપીને જેલ હવાલે કરવા આદેશ કરતા આરોપી પતિને મોરબી જિલ્લા જેલ હવાલે કરાયો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW