HomeGujaratમોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં ઓરેવા કંપનીના મેનેજરની રીમાન્ડ અરજી ના મંજુર કરતી...

મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં ઓરેવા કંપનીના મેનેજરની રીમાન્ડ અરજી ના મંજુર કરતી સેસન્સ કોર્ટ

મોરબી શહેરમાં ગત 30 ઓક્ટોબરની સાંજે ઝુલતા પુલ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 135 લોકોના મોત થયા હતા આ ઘટનામાં પોલીસે ઓરેવા કંપનીના મેનેજર,દેવ પ્રકાશ સોલ્યુશનના 2 મેનેજર તેમજ સિક્યુરીટી ગાર્ડ અને ટીકીટ ક્લાર્ક સહિતના ૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને આ 9 માંથી અગાઉ ૪ આરોપીના ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે બાદ ઓરેવાના મેનેજર દીપક પારેખ અને દિનેશ દવેના વધુ 4 દિવસના ફર્ધર રિમાન્ડની ચીફ જ્યુડીશીયલ કોર્ટમાં માંગણી કરી હતી જોકે મેજીસ્ટ્રેટ દ્વારા રિમાન્ડ અરજી નાં મંજુર કરતા પોલીસે સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી જ્યાં મેજિસ્ટ્રેટ દ્વારા બન્ને પક્ષની દલીલ કરવામાં આવી હતી બંને પક્ષની દલીલના અંતે કોર્ટે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ કરતા આરોપી પક્ષ દ્વારા કરવામાં આવેલ દલીલ અને પુરાવાને યોગ્ય માની બન્ને મેનેજરના ફર્ધર રિમાન્ડ માગતી અરજી ના મંજુર કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW