HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી નજીકથી એક શખ્સ 2 પિસ્તોલ અને 5 કાર્ટીસ સાથે ઝડપાયો

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી એક શખ્સ 2 પિસ્તોલ અને 5 કાર્ટીસ સાથે ઝડપાયો

મોરબી જિલ્લામાં વિધાનસભા ચુંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેન્દ્રિય ચુંટણી પંચની સુચના તેમજ એસપી રાહુલ ત્રિપાઠીના આદેશથી પોલીસ દ્વારા ચુંટણી દરમિયાન લાયન્સવાળા હથીયાર જમા લેવાની કાર્યવાહી કરી છે સાથે સાથે જિલ્લામાં એન કેન રીતે ગેરકાયદે હથીયાર ઘુસાડવાની ફીરાકમાં હોય તેવા તત્વોને ઝડપી લેવા અલગ અલગ વિસ્તારમાં બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા છે ચુંટણી જાહેર થયા બાદથી 5 જેટલા ગેરકાયદે હથીયાર સાથે આરોપીઓની ઝડપી લેવામાં આવી રહ્યા છે ત્યારે આવી j એક બાતમી મોરબી એસઓજીની ટીમને મળી હતી કે વાંકાનેર ચોટીલા બાઉન્ડ્રી નજીક પુલ આસપાસ એક શખ્સ શંકાસ્પદ રીતે ફરતો હોય અને તેની પાસે હથીયાર જેવું કોઈ સાધન હોય બાતમી આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી મધ્ય પ્રદેશના ધાર જીલ્લાના બબલુ કાળુસિંગ બનીસિંગ વાસેક્લ નામના શખ્સને ઝડપી લીધો હતો અને તેની પાસેથી 2 પિસ્તોલ અને 5 જીવતા કારતુસ સાથે ઝડપી લીધો હતો પોલીસે આરોપી પાસેથી 2 પિસ્તોલ અને 5 જીવતા કારતુસ મળી કુલ રૂ 20,500નો મૂદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW