HomeGujaratમોરબીમાં વધુ એક શખ્સ ગેરકાયદે હથીયાર સાથે ઝડપાયો

મોરબીમાં વધુ એક શખ્સ ગેરકાયદે હથીયાર સાથે ઝડપાયો

વિધાનસભા ચુંટણીને લઇ જિલ્મોલામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કામગીરી તેજ કરી દેવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તાર ચેકીગ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ગેરકાયદે હથીયાર પણ પકડી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મોરબી એસઓજીની ટીમે વધુ એક શખ્સને પિસ્તોલ–કારતુસ સાથે ઝડપી લીધો હતો.

મળતી માહિતી મુજબ મોરબીના એસઓજી પીઆઈ અને તેમની ટીમ પેટ્રોલીગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એસઓજીની ટીમે જુના બસ સ્ટેશન પાસે એક શખ્સ ફરતો હોવાની બાતમી આધારે વોચ ગોઠવી હતી અને મોરબી જુના બસસ્ટેન્ડ નજીકથી એસઓજી ટીમે બાતમીને આધારે દેશી બનાવટની પિસ્તોલ અને 8 જીવતા કારતુસ સાથે હાઉનભાઈ રસીદભાઈ થૈયમ ઝડપી લીધો હતો પોલીસે આરોપી પાસેથી રૂ. 10 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ અને 8 જીવતા કારતુસ કિંમત રૂપિયા 800 સહિત કુલ રૂપિયા 10,800 સાથે ઝડપી પાડ્યો હતો બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW